ETV Bharat / snippets

પંચમહાલના આર્મી જવાન સંજયકુમારને રાષ્ટ્પતિના હસ્તે "શૌર્ય ચક્ર" એનાયત, જાણો તેમની આ બહાદુરીની ઘટના...

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 4:04 PM IST

પંચમહાલના આર્મી જવાન સંજયકુમાર બરિયાને રાષ્ટ્પતિના હસ્તે "શૌર્ય ચક્ર" એનાયત કરાયો
પંચમહાલના આર્મી જવાન સંજયકુમાર બરિયાને રાષ્ટ્પતિના હસ્તે "શૌર્ય ચક્ર" એનાયત કરાયો (Etv Bharat Gujarat)

પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામના નાયબ સુબેદારને રાષ્ટ્રપતિ ભવન ખાતે શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવતા સમગ્ર જિલ્લાનું ગૌરવ વધ્યું છે. સંજયકુમાર ભમ્મરસિંહ બારીયા ભારતીય આર્મીની મ્હાર રેજીમેન્ટની 21 મી બટાલિયનમાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવે છે. 12 જૂન 2023 ના રોજ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ચારથી પાંચ જેટલા આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી. જેના ઓપરેશન માટે સેનાએ એક ખાસ ટીમ બનાવી હતી. જેમાં પોતાની બહાદુરીની ઓળખાણ આપતા સંજયકુમારે એક કટ્ટર આતંકવાદીને ઠાર માર્યો હતો, જેની ભારતીય આર્મી સહિત દેશના ગૃહ વિભાગે ખાસ નોંધ લીધી હતી. નાયબ સુબેદાર બારીયા સંજયકુમારને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે "શૌર્ય ચક્ર" એનાયત કરીને તેમની બહાદુરીનું સન્માન કરવામાં આવ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.