ETV Bharat / snippets

કડાણા ડેમમાંથી કેનાલમાં 250 કયુસેક પાણી છોડાયું, 130 ગામોને સિંચાઈના પાણીનો લાભ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2024, 8:18 AM IST

કડાણા ડેમમાંથી કેનાલમાં 250 કયુસેક પાણી છોડાયું
કડાણા ડેમમાંથી કેનાલમાં 250 કયુસેક પાણી છોડાયું (Etv Bharat Gujarat)

મહીસાગર: સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે મહીસાગર જિલ્લામાં આ ચાલુ સીઝન દરમિયાન ઓછો વરસાદ થયો છે. જેથી ખેતરોમાં લહેરાતા ઉભા પાકો સુકાઈ જવાની ખેડૂતોને ચિંતા છે. તેથી ખેડૂતોની માંગને લઈને તંત્ર દ્વારા કડાણા ડેમમાંથી કડાણા ડાબા કાંઠા કેનાલમાં 250 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી કડાણા ડાબા કાંઠા કેનાલના કમાંડ વિસ્તારમાં આવતા ખેડૂતોને તેમજ કેનાલ નજીક આવેલ 130 જેટલા ગામોને સિંચાઇના પાણીનો લાભ મળશે અને ખેડૂતોના ઉભા પાકને જીવનદાન મળી રહેશે. ઉપરાંત, કડાણા ડાબા કાંઠાનું સીસી (ક્યુબિલ કેપેસીટી) 11,059 હેક્ટર વિસ્તારમાં જેમાં લુણાવાડાના 90 ગામ અને કડાણાના 48 ગામ એમ કુલ 130 ગામોને સિંચાઈના પાણીનો લાભ મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.