ઉમરપાડામાં બાઈક સ્લીપ થતાં બે આશાસ્પદ યુવાનોનું દુઃખદ મોત - Surat accident - SURAT ACCIDENT
🎬 Watch Now: Feature Video
Published : Aug 22, 2024, 7:55 AM IST
સુરત : દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઉમરપાડા તાલુકાના ખૌટારામપુરા ગામના 19 વર્ષીય આકાશ ધીરુ ઉર્ફે ધારાસીંગ વસાવા, 18 વર્ષીય સંતોષ માનસિંગભાઈ વસાવા અને 20 વર્ષીય વિજ્ઞેશ રોહિતભાઈ વસાવા તેમના મિત્રની KTM ડ્યુક બાઇક લઈને ચિમીપાતલ ગામ તરફના રસ્તા પર જઈ રહ્યા હતા. આકાશ બાઈક ચલાવી રહ્યો હતો, ત્યારે પથ્થર સાથે બાઈક ટકરાતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ આકાશ અને સંતોષનું મોત થયું હતું. જ્યારે વિજ્ઞેશ વસાવાને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મૃતક સંતોષ વસાવા ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ ગામના બે યુવકોના મોત થતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.