સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ઘટના સીસીટીવીમાં કેદ - child kidnap in Surat CivilHospital - CHILD KIDNAP IN SURAT CIVILHOSPITAL
🎬 Watch Now: Feature Video
Published : Jun 26, 2024, 8:04 PM IST
સુરત: સચિન ઈશ્વરનગર, બરફ ફેકટરી પાસે રહેતા રાજેશ પટેલ કાપડના કારખાનામાં મજુરી કામ કરે છે. તેમના ભાઈની પત્નીને નવી સિવીલ હોસ્પિટલમાં પુત્રવધુને પ્રસુતિ માટે ગાયનેક વોર્ડમાં દાખલ કરી હતી. પોતાના ભાઈની પુત્રવધુની ખબર પુછવા માટે રાજેશ તેની પત્ની અને પોતાના ત્રણ વર્ષના પુત્ર શિવાને લઇને સિવીલ હોસ્પિટલમાં બપોરે ત્રણ કલાકે ગયા હતા.
તે દરમિયાન શિવા ગાયનેક વોર્ડમાં રમતો હતો, અને રાજેશ દવા લેવા ગયો હતો. બીજીતરફ દવા લઈને પરત આવતા તેનો એકનો એક પુત્ર શિવા ગુમ થયો હોવાનું જણાયુ હતુ. તેની કોઇ ભાળ ન મળતા અંતે સીક્યુરીટી ઓફિસમાં જાણ કરીને સીસીટીવી કેમેરા ચેક કરવા અને મદદ કરવા કહ્યું હતુ. સિવીલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જઈને જાણ કરતા તંત્રે તપાસ હાથ ધરી હતી. મોડી સાંજે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં 3:50 કલાકે બાળકને લઇ જતી અજાણી મહિલા નજરે પડી હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર એક બાળક ગુમ થયા હોવાના ચકચારીત બનાવની ગંભીરતા દાખવીને તાત્કાલિક સીસીટીવી કેમેરા ચેક કરવા માટે નવી સિવિલના અધિકારીઓએ પરવાનગી આપવાના બદલે સતત ત્રણ કલાક સુધી યુપીવાસી પરિવારના બાળકને શોધવા માટે રઝળાવ્યો હતો. એ પછી રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીને અન્ય મારફતે જાણકારી મળતા ખટોદરા પોલીસ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. સીસીટીવી ફુટેજ ચેક કરતા એક મહિલા આ બાળકનું અપહરણ કરી ગઈ હોવાનું જણાતાં સિવિલ તંત્રની ઘોર બેદરકારી બહાર આવી છે.