બેખોફ બુટલેગરો બન્યા બેકાબૂ-બેફામ, તાપીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર સાથે વિદેશી દારુ ભરેલ કાર ટકરાવી - Tapi Songadh
Published : May 28, 2024, 5:33 PM IST
તાપીઃ જિલ્લામાં બેખોફ બુટલેગરો બેકાબૂ-બેફામ બની રહ્યા છે. બુટલેગરોએ વિદેશી દારુ ભરેલ કાર સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમના ખાનગી વાહન સાથે ટકરાવી અકસ્માત કર્યો હતો. આ અકસ્માત કર્યા બાદ બુટલેગરોએ ફરાર થવાની કોશિશ પણ કરી હતી. સોનગઢ હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે 2 કારમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. Smcની રેડ બાદ આડશ કરીને પાર્ક કરેલ પોલીસના ખાનગી વાહનો સાથે બુટલેગરોએ તેમના વાહનો ભટકાવ્યા હતા. આ રેડ દરમ્યાન 2 કાર અને વિદેશી દારૂની બોટલ્સ એમ કુલ મળીને 18 લાખ 79 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. Smcની ટીમે રાકેશ ઉર્ફ પકો ગામીત અને પ્રમોદ આહિર નામના આરોપીઓને ઝડપી લીધા હતા. રેડ દરમ્યાન લક્કી વાઈન શોપના માલિક ભાવિન કોંકણી, કાર ચાલક હિતેશ વસાવા તેમજ માંડવી તાલુકાના સતીશ ચૌધરી અને અશ્વિન ચૌધરીને વોન્ટેડ જાહેર કરાયા હતા. આ ઘટનાથી મહારાષ્ટ્રમાંથી દારૂ ઘુસાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.