ખટોદરા પોલીસે 12 લાખના અફીણ સાથે એકને ઝડપ્યો, NDPS અંતર્ગત નોંધાયો ગુનો - Surat News - SURAT NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jul 29, 2024, 8:55 PM IST
સુરતઃ છેલ્લા કેટલાય સમયથી સુરત પોલીસ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવી યુવા પેઢીને બરબાદ થતી બચાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ખટોદરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રામ મારબલ પાસે આવેલા શિવાની કોમ્પ્લેક્ષમાં એક ઈસમ પ્રતિબંધક અફીણનું વેચાણ કરવા માટે ફરી રહ્યો છે. ચોક્કસ બાતમી મળતા ખટોદરા પોલીસ ના પી.આઈ. બી. આર. રબારી અને સર્વેલન્સ સ્ટાફ ધ્વારા ખરાઈ કરતા અફીણના 2480 ગ્રામ જથ્થા કે જેની કિમત 12 લાખ રૂપિયા જેટલી થતી હતી તે સખ્શ જણાઈ આવ્યો હતો. પોલીસે સત્વરે આ સખ્શની અફીણ, મોબાઈલ, વજન કાંટો અને પ્લાસ્ટિકની થેલી સહિત 12.77 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. ડીસીપી વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું કે,અફીણના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી હનુમાન રામ ચૌધરી મૂળ રાજસ્થાનનો છે. આરોપીની પોલીસે વધુ પુછપરછ કરતા આ અફીણ રાજસ્થાનથી ચોરી છૂપી સુરતમાં ઘુસાડી વેચવાનો પ્લાન હતો. આરોપી વિરુદ્ધ NDPS અંતર્ગત વિવિધ કલમો લગાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.