thumbnail

સુરત મનપા મચ્છરોના સફાયા માટે ડ્રોનથી જંતુનાશક દવાનો છંટકાવ કરશે. - unique experiment of Municipality

By ETV Bharat Gujarati Team

Published : Jun 28, 2024, 3:30 PM IST

સુરત: મચ્છરોથી રોગો અટકાવવા અને મચ્છરોનો જડમૂળમાંથી નાશ કરવા માટે સુરત મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. સ્વચ્છતામાં નંબર-1 સુરત મનપા હવે ડ્રોન ઉડાડીને મચ્છરોનાં ઉત્પત્તિ સ્થાનો શોધી નાશ કરશે. મહાનગરપાલિકાના VBDC વિભાગે શહેરની સોસાયટીઓનાં ધાબા તેમજ ખાડીઓ પર ડ્રોન ઉડાવીને મચ્છરોનાં બ્રીડિંગ સ્પોટ શોધશે તેમજ ડ્રોન વડે જ જંતુનાશક દવાનો છંટકાવ પણ કરીને આવા સ્પોટનો નાશ પણ કરશે. આ પ્રાયોગિક ધોરણે નવતર પ્રયોગ હાથ ધરાશે જેના માટે રૂપિયા 50 લાખના ખર્ચે હાઈડેફિનેશન કેમેરા ધરાવતાં ડ્રોન સહિતનાં સાધનો વસાવાશે. આ માટે એજન્સી નક્કી કરાશે. અંદાજિત 100થી 150 સ્કવેર મીટર વિસ્તારોમાં ડ્રોન દ્વારા એરિયલ સર્વે કરીને બ્રીડિંગ સ્પોટ શોધીને દવાનો છંટકાવ કરાવવામાં આવશે તેમજ આ કામગીરીનું ક્લાઉડ-બેઝ પ્લેટફોર્મના સોફ્ટવેરના માધ્યમથી મોનિટરિંગ પણ કરવામાં આવશે તેમજ આ અંગેનાં જરૂરી ડેટા પણ મેળવવામાં આવશે તેવું આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.