દેવભૂમિ દ્વારકામાંથી દરિયા કિનારે બિનવારસી હાલતમાં 16 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું - 16 crore worth of drugs seized - 16 CRORE WORTH OF DRUGS SEIZED
🎬 Watch Now: Feature Video
Published : Jun 9, 2024, 3:44 PM IST
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના દ્વારકામાં વરવાળાના ઝવેર નગર વિસ્તાર નજીક દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં અંદાજે 30 જેટલા ડ્રગ્સ (ચરસ)ના પેકેટ એસઓજી અને એલસીબીએ પકડી પાડ્યા હતા. દરિયાઈ પટ્ટી નજીક 16 કરોડથી વધુની કિંમતનો માદક પદાર્થ (ચરસ)નો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અંદાજે 32.053 કિલો જેટલો ચરસનો જથ્યો મળી આવતા દ્વારકા એસઓજી, એલસીબી અને દ્વારકા સ્થાનિક પોલીસે દરિયાઈ પટ્ટીમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. દ્વારકાના એસપી નીતિશ પાંડેએ જણાવ્યું હતું કે, પકડાયેલા 30.053 કિલો ડ્રગ્સ(ચરસ) ની અંદાજિત કિંમત 16 કરોડથી પણ વધુ થાય છે. પોલીસે આ મામલે NDPS એકટની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. આ ચરસનો જથ્થો અહી કેવી રીતે આવ્યો? કોણ લાવ્યું ? કોને મોકલવાનો હતો ? વગેરે બાબતની પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી રહી છે.