લોકસભાની ચૂંટણી પહેલાં કામરેજ તાલુકામાં કોંગ્રેસ અને AAPમાં ગાબડું - Congress and AAP workers joined BJP - CONGRESS AND AAP WORKERS JOINED BJP
🎬 Watch Now: Feature Video
Published : Apr 13, 2024, 9:59 AM IST
સુરત: લોકસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર આગામી 7 તારીખના રોજ ચુંટણી યોજાનાર છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ તોડ જોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે. ત્યારે ભાજપ વધુ એકવાર કોંગ્રેસ અને AAP અને કોંગ્રેસને તોડવામાં સફળ રહી છે. કામરેજ તાલુકાના નવાગામ ખાતે ભાજપના એક કાર્યક્રમમાં કામરેજ તાલુકા કોંગ્રેસ સંગઠનના ઉપ પ્રમુખ રમેશ ભાદાણી, તાલુકા મહિલા નેતા દિવ્યા બેન નાવડિયા, AAP નેતા મગન ભાઈ ખોડીફાડ સહિત કુલ 500 જેટલા કોંગ્રેસ અને AAP ના નેતાઓ, કાર્યકરોએ પોતાના પક્ષ સાથે છેડો ફાડી મંત્રી પ્રફુલ પાનસેરિયા હસ્તે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ લીધો હતો.
કામરેજ તાલુકા ભાજપના મહામંત્રી કૌશલ ભાઈએ જણાવ્યું હતું કે કામરેજ તાલુકાના નવાગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં aap અને કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાયા હતા.મંત્રી પ્રફુલ પાનસેરિયા ,સાંસદ પ્રભુ વસાવા,સુરત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભરત રાઠોડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.