વડોદરા લોકસભા બેઠક પર સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે કર્યું મતદાન - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 7:01 PM IST
વડોદરા: લોકસભા બેઠક માટે હાલ મતદાન ચાલી રહ્યું છે, ત્યારે વડોદરાના છેલ્લી 6 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા અને હાલ માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલે પોતાનાં પરિવાર સાથે પોતાનો કિંમતી મત આપી મતદાન કરી લોકશાહીના આ મહાપર્વમાં સામેલ થયાં હતાં અને તેઓ આ વડીલ વયે ખૂબ જ ઉત્સાહભેર મતદાન મથક પર મત આપવા આવ્યા હતાં.ન્યુ ઈરા હાઇસ્કુલ ખાતેનાં મતદાન મથકે મતદાન કર્યુ હતું.
વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ છેલ્લી છ ટર્મથી ધારાસભ્ય તરીકેની ચૂંટણીને જંગી બહુમતીથી જીતીને આવે છે.એટલું જ નહીં પરંતુ તેઓ સતત ભાજપ પક્ષ અને વડોદરા શહેર માટે પોતાનું પૂરતું યોગદાન આપી રહ્યા છે. તેઓ મતદાન મથક પર પોતાની સાથે જ તેમના ચાહકો અને સમર્થકો સાથે મતદાન મથકે આવી પહોંચ્યા હતાં અને તમામ નાગરિકોને જંગી મતદાન કરવાનો સંદેશો પણ આપ્યો હતો.