છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગ દરમિયાન રાત્રીના સમયે ખાનગી દેશી તમંચામાંથી ફાયરિંગની ઘટના બનતાં એક મહિલા ઇજાગ્રસ્ત થતા મહિલાને વધુ સારવાર અર્થે વડોદરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.કેવી રીતે બની ઘટના?: કવાંટ તાલુકાના રેણદી ગામેથી મામા મોસાળના લોકો મામેરું લઈને મોટી સાંકળ ગામે આવ્યાં હતાં. ત્યારે રાત્રિના 2.30વાગ્યાની આજુ બાજુ મોસાળ પક્ષના લોકો રેણદી ગામે પરત ફરતા પીકઅપ વાનમાં બેસેલા હતાં. તે વેળાએ ડી.જે સાથે 30 થી 40 લોકો વરરાજાનો શેરો અને ઘોડો લઈને નાચતાં નાચતાં મંડપ તરફ જતાં હતાં ત્યારે એક ફટાકડાં જેવું ફૂટ્યું હતું અને પીકઅપ ગાડીમાં બેસેલા રેણદી ગામનાં 51વર્ષીય શાંતુબેન રાઠવાને લોહી નીકળે તેવું લાગતાં કવાંટ ખાતેની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં શાંતુબેનના સાથળના ભાગે કઈક તીક્ષ્ણ વસ્તુ ખૂપી ગયેલી હોય તેવું જણાય આવતાં વધું સારવાર અર્થે વડોદરા ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં શાંતુબેનને સાથળના ભાગે ગોળી વાગતાં આર પાર ગોળી નીકળી ગઈ હોવાનું જણાઇ આવતાં કવાંટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જાણવા જોગ ફરિયાદ નોંધી મોટી સાંકળ ગામનાં અને મૂળ રોડધા ગામનાં પ્રવીણભાઈ વીરસિંગભાઈ રાઠવાની પૂછ પરછ કરતાં ડી. જેના ઘોંઘાટમાં પોતાની પાસે રાખેલા દેશી તમંચાથી ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત કરી લેતાં કવાંટ પોલીસ ઇ.પી.કો કલમ 308 આર્મ્સ એકટ ની કલમ 25(1બી)એ27(1) અને જી. પી એકટ 135મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કાયદેસરની કાર્યવાહી હાથ ધરી: આ અંગે છોટા ઉદેપુર LCBના PI વિનોદ ગામીતે જણાવ્યું હતું કે કવાંટ પોલીસ સ્ટેશનને મળેલ વર્દીના આધારે મોટી સાંકળ ગામે લગ્ન પ્રસંગ દરમિયાન રાત્રીના સમયે ખાનગી દેશી તમંચા વડે ફાયરિંગની ઘટનામાં શકમંદ પ્રવીણ રાઠવાની અટકાયત કરી પૂછપરછ કરતાં પોતે જ ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત કરી લેતાં કવાંટ પોલીસ સ્ટેશનમાં આ અંગેનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેની તપાસ કવાંટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ ડી ચૌહાણે તપાસ હાથ ધરી છે.ફોરેન પોસ્ટ ઓફિસમાથી ઝડપાયો 1.15 કરોડનો હાઇબ્રીડ ગાંજો - drags seized from Foreign Officeસીબીઆઇ સાયબર ક્રાઇમ અને કસ્ટમના ઉચ્ચ અધિકારી બનીને લોકો સાથે કરી છેતરપિંડી - official of customs cheated people