આનંદો ! આવતીકાલથી અટલ સરોવર રી-ઓપન, પરંતુ રાઈડ્સની મજા નહીં માણી શકાય - Atal Sarovar will reopen - ATAL SAROVAR WILL REOPEN
🎬 Watch Now: Feature Video
Published : Jul 31, 2024, 6:03 PM IST
રાજકોટ : રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ મોટાભાગના પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં નિયમોનું પાલન ન થતું હોય ત્યાં ફાયર NOC મેળવ્યા બાદ જ તેને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. જેથી હાલ મોટાભાગની ફરવાની જગ્યાઓ બંધ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનું અટલ સરોવર પણ બંધ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારોનું મહત્વ હોય ત્યારે તહેવારો નજીક આવતા હોય જેને લઇ લોકો હરી ફરી શકે તેને ધ્યાનમાં રાખી અટલ સરોવર આવતીકાલથી શરૂ કરવામાં આવશે. ત્યાં રાઇડ્સ નહીં ચાલુ કરવા દેવામાં આવે, પરંતુ ફાઉન્ટન શો સહિતના આકર્ષણો ચાલુ થશે. જેથી લોકો તેનો આનંદ માણી શકે છે.