કુડસદ ગામે રસોઈ બનાવતી વેળાએ ગેસની બોટલ ફાટતા ઘરમાં આગ લાગી - Surat gas bottle burst - SURAT GAS BOTTLE BURST
🎬 Watch Now: Feature Video
Published : Apr 7, 2024, 6:57 AM IST
સુરત: કીમ નજીક કુડસદ ગામે ત્રીજા માળે રસોઈ બનાવતી વેળા રાંધણ ગેસનો બાટલો ફાટતા આગ લાગતાં મહિલા સહિત બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. કીમ પોલીસની હદમાં કુડસદગામે આવેલ મુન્ના એજન્સીમાં ત્રીજા માળે આવેલા મકાનમાં મહિલા રસોઈ બનાવી રહી હતી. તે દરમ્યાન અચાનક ઘરમાં મુકવામાં આવેલા રાંધણ ગેસ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી. કાચા મકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બનાવનાં પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે સમગ્ર ઘટનામાં મહિલા અને એક યુવક ગંભીર રીતે આગમાં દાઝી ગયા હતા. જોકે ઉપરોક્ત ઘટનાનાં પગલે આસપાસ રહેતા પાડોશીઓએ દોડી આવી બેકાબુ આગને બુઝવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમતનાં અંતે આગ બુઝાવી દીધી હતી. કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.
કુડસડ ગામના સ્થાનિક જગદીશ ભાઈએ જણાવ્યું હતું કે આગના ધુમાડા દેખાતા અમે સ્થળ પર દોડી ગયા હતા અને વિકરાળ આગને કાબૂમાં લેવા પાણી નાખ્યું હતું. એક મહિલા અને એક યુવકને સામાન્ય ઈજાઓ થઈ હતી. ગેસની બોટલ ફાટતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.