નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ભારતના યુવાનોની સરાહના કરી અને કહ્યું કે જ્યારે વાત ઈનોવેશન અને ટેકનીકની આવે છે ત્યારે તે સર્વશ્રેષ્ઠ છે. તેમણે GitHubના સીઈઓ થોમસ ડોમકેની એ વાતની પ્રશંસાનો જવાબ આપ્યો કે ભારતમાં 'દુનિયામાં સૌથી ઝડપી વધતી ડેવલપર્સ વસ્તી' છે.
"જ્યારે ઈનોવેશન અને ટેકનીકની વાત આવે છે તો ભારતીય યુવા સર્વશ્રેષ્ઠમાંથી છે." મોદીએ એક્સ પર એક પોસ્ટમાં ડોમકેને જવાબ આપતા કહ્યું, જેમણે દુનિયાભરમાં સૌથી ઝડપી વધતી ડેવલપર વસ્તીના રુપમાં ભારતની અસાધારણ વૃદ્ધીની સરાહના કરી.
When it comes to innovation and technology, Indian youth are among the best! https://t.co/hpmsalotw4
— Narendra Modi (@narendramodi) October 30, 2024
થોમસ ડોમકેએ એક્સ પોસ્ટમાં કહ્યું, "બેશક, મને ભારત પ્રત્યે કાંઈક પ્રેમ દેખાડવો પડે. હવે દુનિયામાં સૌથી ઝડપથી વધતી ડેવલપર વસ્તીના સાથે, વૈશ્વિક ટેકનીકલ દિગ્ગજના રુપમાં ભારતનો ઉદય અનિવાર્યા છે."
તેમણે એક અન્ય પોસ્ટમાં કહ્યું, "ભારતના ડેવલપર્સ એક છલાંગ આગળ વધી ગયા છે: તે AIનું નિર્માણ કરવા માટે તેજીથી AI નો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં સાર્વજનિક જનરેટિવ AI પરિયોજનાઓમાં યોગદાન આપનારાઓની બીજી મોટી સંખ્યા છે. તેનાથી એ વધુ સંભાવના છે કે આગામી મહાન AI બહુરાષ્ટ્રીય કંપની મહાદ્વીપ પર જ પેદા થશે." તેમણે કહ્યું કે GitHub પર તમામ પરિયોજનાઓમાં ભારતનું યોગદાન $5.2 બિલિયન હતું, જેમાં 2024માં 108 મિલિયન નવા રિપોજિટરી શામેલ છે.
GitHub એક ડેવલપર પ્લેટફોર્મ છે જે ડેવલપર્સને પોતાના કોડ બનાવવા, સંગ્રહીત કરવા, પ્રતિબંધિત કરવા અને શેર કરવાની પરવાનગી આપે છે. કંપનીએ પોતાની હાલમાં જ પ્રકાશિત રિપોર્ટ, ઓક્ટોવર્સમાં કહ્યું કે ભારત ઉલ્લેખનીય વૃદ્ધિ દર્શાવી રહ્યું છે અને આશા છે કે 2028 સુધી GitHub પર દુનિયાની સૌથી મોટી ડેવલપર વસ્તી હશે, સાથે જ પુરા આફ્રીકા અને લેટિન અમેરિકામાં પણ.
India’s developers have gone a leap further: they’re increasingly using AI to build AI. India has the second-highest number of contributors to public generative AI projects.
— Thomas Dohmke (@ashtom) October 29, 2024
This makes it evermore likely the next great AI multinational is borne on the continent. pic.twitter.com/Y8VpvNBc7X
રિપોર્ટમાં કહેવાયું છે કે, 2024માં GitHub પર જનરેટિવ AI પ્રોજેક્ટ્સમાં યોગદાનની સંખ્યામાં 59 ટકાની વૃદ્ધિ થઈ અને પ્રોજેક્ટ્સની સંખ્યામાં 98 ટકા વૃદ્ધિ થઈ, જેમાં ભારતને પોતાની પરિયોજનાઓમાં એક મુખ્ય યોગદાનકર્તા દેશના રૂપમાં ઉલ્લેખાયો છે.
"ભારત 2028 સુધી GitHub પર ડેવલપર્સની સંખ્યામાં સંયુક્ત રાજ્ય અમેરિકાને પાછળ પાડી દેવાના રસ્તા પર છે. તેના ડેવલપર સમુદાયમાં સૌઝી ઝડપી વધારો થઈ રહ્યો છે." તેમણે કહ્યું
કંપનીના રિપોર્ટમાં દેશની ક્ષમતાને રેખાંકિત કરતા કહ્યું છે કે, "ભારત ઓપન સોર્સ સોફ્ટવેયરને પ્રાથમિકતા આપે છે અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ, 2020 રજૂ કરી છે, જેના અંતર્ગત સ્કૂલ્સ અને પાઠ્યક્રમમાં કોડિંગ અને AIને શામેલ કરવું પડશે. લર્નિંગ પ્લેટફોર્મ ઉડેમી એક હાલના અદ્યયનમાં મેળવ્યું છે કે, GitHub ભારતમાં સૌથી વધુ માગ વાળા કૌશલમાંથી એક છે, જે અંગ્રેજી વ્યાકરણ કૌશલના બરાબર છે." GitHubએ પોતાના પ્લેટફોર્મ પર જનરેટિવ AI પ્રોજેક્ટ્સમાં વર્ષે વર્ષે યગદાનમાં 95 ટકાની વૃદ્ધી જોવા મળી છે, જે દેશમાં કંપનીના પ્રભાવશાળી રુપથી વધતા વ્યવસાયને દર્શાવે છે.