દાહોદ: જિલ્લા સહિત શહેરમાં આવેલા પરા વેધનાથ મહાદેવ, સ્ટેશન રોડ અને ગોધરા રોડ પર આવેલા નીલકંઠેશ્વર મહાદેવ તથા કાલિકા માતાના મંદિરે સોમનાથ મહાદેવ તથા નિલકંઠ મહાદેવ, સુખેશ્વર મહાદેવ, શહેરના અન્ય શિવાલયોમાં આજે રવિવારથી પ્રારંભ થઇ રહેલા શ્રાવણ માસમાં આજે પ્રથમ સોમવારે ભકતોની ભીડ સવારથી જામી હતી. ઉપરાંત દાહોદના કાળી ડેમ નજીક આવેલ કેદારનાથ મહાદેવ મંદિરમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પૂજા અર્ચના કરીને માસની શરૂઆત કરી હતી.
પવિત્ર માસનું અનેરું મહત્વ: તમને જણાવી દઈએ કે, આ પવિત્ર માસનું અનેરું મહત્વ છે. શિવાલયોમાં પાવન પર્વ નિમિતે શિવભકતો પંચામૃત, બિલી, દુધ, તલ તથા ગંગાજળ દ્રારા શિવલીંગને અભિષેક કરી પુજા અર્ચના કરવામાં આવે છે. ઠેર ઠેર શિવ આરધના, શિવસ્તુતિ, શિવપુરાણ વગેરેનું પઠન શરુ કરવામાં આવે છે. શિવરુદ્ર પ્રયાગ, રુદ્રયજ્ઞ, દ્રારા શિવને રીઝવવા ભકતોની શિવાલયોમાં લાંબી કતારો જામી હતી. સમગ્ર દાહોદના વિવિધ શિવાલયોમાં ધામધૂમ અને ભકિતભર્યા માહોલ વચ્ચે ઉજવણી થાય છે. દેવાધિદેવ મહાદેવની ઉપાસના માટે શ્રાવણ મહિનામાં સોમવારનું મહાત્મ્ય રહેલું છે.
ભક્તો પુરા માસ દરમિયાન મંદિરોમાં જાય છે: આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોવાથી શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી છે. પવિત્ર શ્રાવણ માસ હોવાથી ભગવાન ભોલે નાથની આરાધના કરવામાં માટે ભક્તો મંદિરોમાં આવે છે અને ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે પુરા માસ દરમિયાન મંદિરોમાં જાય છે અને મહાદેવને રિઝવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે.
દેવાધિદેવ મહાદેવને રિઝવવા માટે લોકો પૂજા અર્ચના કરે છે: પવિત્ર શ્રાવણ માસમાં દુરદુરથી આવતા શિવ ભકતો ભગવાનને રીઝવવા માટે રૂદ્રાભીશેક સહિતના પૂજા-પાઠ કરશે. વિવિધ શિવાલયોમાં મહાદેવની પૂજા-અર્ચના પણ કરવામાં આવતી હોય છે. આમ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જિલ્લાના શિવાલયો ઓમ નમ: શિવાય, હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. શિવને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટશે. શ્રાવણ માસિક હિન્દુ સમાજમાં પવિત્ર માસ તરીકે ગણવામાં આવે છે. જેમાં દેવાધિદેવ મહાદેવને રિઝવવા માટે લોકો પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે.