રાજકોટઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને અન્ય સંલગ્ન આરોગ્ય સંસ્થાઓનાં અંદાજ મુજબ સમગ્ર વિશ્વમાં દર એક લાખમાંથી 125 વ્યક્તિઓ પાર્કિન્સન્સની બીમારીથી પીડાય છે. આમ, વર્તમાન વૈશ્વિક 795 કરોડની વસ્તીએ સરેરાશ 1 કરોડ દર્દીઓ પાર્કિન્સન્સની બીમારીથી પીડાઈ રહ્યા છે. ભારતમાં 141 કરોડની આબાદીમાં પાર્કિન્સન્સની બીમારીથી પીડાઈ રહેલા દર્દીઓની સરેરાશ સંખ્યા અંદાજે લગભગ 10 લાખ 43 હજારની આસપાસ છે. જે વૈશ્વિક પાર્કિન્સન્સની બીમારીથી પીડાતા દર્દીઓની તુલનાએ 10.50 ટકા છે.
ડોપામાઈન હોર્મોન્સનો અભાવઃ રાજકોટના ફિઝિયોથેરાપિસ્ટ ડો. નમ્રતા ચાવડા જણાવે છે કે, ભારતમાં પાર્કિન્સન્સ બીમારીનાં મૂળ સુધી હજુ ડોક્ટરો પહોંચી નથી શક્યા પરંતુ આ બીમારી ડોપામાઈન નામનાં હોર્મોન્સની સંખ્યા જે મગજની કોશિકાઓને સુકાવી દે છે તેને કારણે આ રોગ થાય છે. વર્તમાન આધુનિક જીવનશૈલીમાં લોકોએ આ બીમારીથી બચવા ડોક્ટરો અને ફિઝિયોથેરાપીસ્ટો દર્દીઓની સારવાર ઉપરાંત કાઉન્સેલિંગ પણ કરતા હોય છે જેમાં જીવનશૈલી ઉપરાંત ખોરાકની યોગ્ય માત્રા અને ક્યા યોગ્ય સમયે ખોરાક લેવો તે વિષે પણ માર્ગદર્શન તેઓ આપે છે.
મુખ્ય લક્ષણોઃ પાર્કિન્સન્સની બીમારીના મુખ્ય લક્ષણોમાં હાથ, હાથ, પગ, જડબા અથવા માથામાં ધ્રુજારી આવવી, સ્નાયુઓની જડતા, જેમાં સ્નાયુઓ લાંબા સમય સુધી સંકુચિત રહે છે, ગતિમાં ઘીમાં પડી જવું, શારીરિક સંતુલન અને શારીરિક સંકલન જાળવવામાં સમસ્યાઓ સર્જાય વગેરે જેવા લક્ષણો મુખ્યત્વે દર્દીઓમાં જોવા મળે છે. આ બીમારી માત્ર હવે વૃદ્ધોમાં જ જોવા મળે તેવું નથી રહ્યું હવે બીમારી હવે યુવાનોમાં પણ જોવા મળે છે.