ETV Bharat / state

World Consumer Rights Day 2024: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ગ્રાહક માટે વરદાન કે અભિશાપ ? - વિશ્વ ગ્રાહક અધિકારીતા દિવસ

આ વર્ષે ફેર એન્ડ રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર કંઝ્યુમર થીમ પર વિશ્વ ગ્રાહક અધિકારીતા દિવસ મનાવવામાં આવશે. દુનિયામાં ગણતરીની કંપનીઓ AIને કંટ્રોલ કરે છે, AI પર સરકારનું પણ નિયંત્રણ નથી જેના કારણે ભવિષ્યમાં ગ્રાહકોના અધિકારો જોખમાઈ શકે છે.

World Consumer Rights Day 2024
World Consumer Rights Day 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 7:27 AM IST

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ગ્રાહક માટે વરદાન કે અભિશાપ ?

અમદાવાદ: વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ દર વર્ષે 15 માર્ચના રોજ મનાવવામાં આવે છે. ગ્રાહકના અધિકારોનું હનન ન થાય તે માટે આ દિવસ ઉજવવામાં આવે છે. જો કે ભારતમાં કેટલાક ગ્રાહકો તેના અધિકાર વિશે જાગૃત નથી. ખાસ કરીને ઈ કોમર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ પર કેટલીક પ્રોડક્ટની ભ્રામક જાહેરાત પણ હોય છે. લલચામણી અને લોભામણી જાહેરાતોને કારણે ગ્રાહકોનું શોષણ થાય છે. ગ્રાહકોને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ અધિકારો મળ્યા છે.

AIની ગ્રાહકો પર શું અસર થશે ?

કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના ચીફ જનરલ મેનેજર આનંદીતા મહેતાએ જણાવ્યું કે દર વર્ષે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી અલગ અલગ થીમ પર કરવામાં આવે છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહકોને તેના અધિકારો પ્રત્યે સજાગ કરે છે. આ વર્ષે ફેર એન્ડ રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર કંઝ્યુમર થીમ પર વિશ્વ ગ્રાહક અધિકારીતા દિવસ મનાવવામાં આવશે. આગામી સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ગ્રાહક માટે વરદાન અને અભિશાપ બંને છે.

AI પર સરકારનું પણ નિયંત્રણ નથી: AIને કારણે ગ્રાહકોના અધિકાર પર અસર પડશે. AIનો ઉપયોગ ગ્રાહકોને છેતરવા માટે વેપારીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓ કરી શકે છે. ઈ કોમર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ માટે આવતી દરેક વસ્તુઓની વિગત સાચી હોતી નથી. કેટલીક વાર AIને કારણે ગ્રાહકોની પ્રાઇવસી પણ જોખમાય છે. એ.આઈ જનરેટેડ ઈમેજ, ફોટોગ્રાફ, પેઇન્ટિંગ, મ્યુઝિક, વીડિયો અને ઓડિયો વગેરેનો ઉપયોગ ગ્રાહકોને ભરમાવવા માટે કરવામાં આવતી જાહેરાતમાં કરાય છે. ગ્રાહકોને છેતરવા માટે એ.આઈ. ખોટો વિડીયો પણ જનરેટ કરી શકે છે. મોટાભાગના એ.આઈ. માઈક્રોસોફ્ટ, google અને મેટાના કંટ્રોલમાં છે. દુનિયામાં ગણતરીની કંપનીઓ આ ટેકનોલોજીને કંટ્રોલ કરે છે. એ.આઈ પર સરકારનું પણ નિયંત્રણ નથી. એઆઈને કારણે મીડિયા, હેલ્થ કેર, મેન્યુફેક્ચરિંગ, ફાર્મિંગ વગેરે ક્ષેત્રની મોટા ભાગની નોકરી ઉપર અસર પડી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સરના ઉપયોગ અંગે ગ્રાહકોને ખૂબ જ ઓછી માહિતી છે. કેટલીક વાર AIનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે પણ કરવામાં આવે છે.

નવા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ - 2019 હેઠળ ગ્રાહકોને ક્યાં અધિકારો મળ્યા ?

કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના ચીફ જનરલ મેનેજર આનંદીતા મહેતાએ વધુમાં જણાવ્યું કે વિશ્વ ગ્રાહક અધિકારીતા દિન ઉજવવાની શરૂઆત અમેરિકાના પ્રમુખ જોન એફ કેનેડીએ વર્ષ 1962 માં કરી હતી. ત્યારબાદ 1983માં યુનાઇટેડ નેશને વિશ્વ ગ્રાહક અધિકારિતા દિન ઉજવવાનું નક્કી કર્યું છે. ગ્રાહકોને સશક્ત કરવા માટે નવો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ - 2019 સરકારે મંજૂર કર્યો છે.

આ નવા એક્ટમાં ગ્રાહકોની સરળતા માટે અનેક કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. ગ્રાહકે ફરિયાદ નોંધાવી ખૂબ જ સરળ બની છે. જુના કાયદા અનુસાર ગ્રાહકે જે શહેરમાંથી સામાન ખરીદ્યો હોય તે શહેરના જ કન્ઝ્યુમર ફોરમ પર જઇને ફરિયાદ દાખલ કરાવી શકતા હતા. પરંતુ નવા કન્ઝ્યુમર કાયદામાં ભારતના કોઈપણ ખૂણેથી ગ્રાહક પોતાની ફરિયાદ નોંધાવી શકાવે છે.

ઓનલાઈન કરી શકાશે ફરિયાદ: ઓનલાઇન ફરિયાદ કરવા માટે ઈ-દાખલ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેકશન ઓથોરિટી અસુરક્ષિત વસ્તુને બજારમાંથી પરત ખેંચાવી શકે છે. ઓથોરિટી અસુરક્ષિત વસ્તુનું વેચાણ કરનાર કંપનીને દંડ પણ કરી શકે છે લોભામણી જાહેરાત કરનાર કંપનીને પણ દંડ થઈ શકે છે. કન્ઝ્યુમર કોર્ટમાં કેસનો ખૂબ જ ભરાવો થઈ ગયો છે. કેસની સુનવણીમાં વર્ષો નીકળી જાય છે. તેથી ગ્રાહક અને કંપની વચ્ચે કોર્ટ બહાર સમાધાન કરાવવા માટે મીડિયેશન પણ રાખવામાં આવ્યું છે. મીડિયેશનથી કોર્ટનું ધારણ કરી શકે છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ માટે અલગ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આવી રીતે ગ્રાહક સુરક્ષા માટે ઘણા બધા નવા પ્રાવધાન કરવામાં આવ્યા છે.

ઇંગ્લેન્ડ સ્થિત કન્ઝ્યુમર ઈન્ટરનેશનલ બાર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં ભારતને પ્રથમ વખત સ્થાન: ઇંગ્લેન્ડ સ્થિત કન્ઝ્યુમર ઈન્ટરનેશનલ બાર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં ભારતને પ્રથમ વખત સ્થાન મળ્યું છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (CERC) ના ચીફ જનરલ મેનેજર અનિંદિતા મહેતાને કન્ઝ્યુમર ઈન્ટરનેશનલ ખાતે ટ્રસ્ટી મંડળમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે તેઓ કન્ઝ્યુમર્સ ઈન્ટરનેશનલ (CI) ખાતે ભારત અને દક્ષિણપૂર્વ એશિયા પ્રદેશમાં ગ્રાહકના અધિકારોનું પ્રતિનિધિત્વ કરશે. જે ગ્રાહકોને અસર કરતી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને નીતિઓને પ્રભાવિત કરવા માટે સાથે મળીને કામ કરશે. તે કોર્પોરેટ જવાબદારીને જાળવી રાખવા અને ગ્રાહકોને ભ્રામક માર્કેટિંગ પ્રથાઓથી બચાવવા માટે અનેક ઝુંબેશો પણ હાથ ધરે છે.

ટ્રસ્ટી બોર્ડ અને કાઉન્સિલના સભ્ય તરીકે આગામી ચાર વર્ષ માટેના તેમના વિઝનને શેર કરતા આનંદીતાએ જણાવ્યું કે 'CERC, ભારતની અગ્રણી ગ્રાહક અધિકાર સંસ્થા હોવાને કારણે, 1978થી ગ્રાહક-કેન્દ્રિત પ્રવૃત્તિ કરે છે. કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ હવે તેનાથી લાભ મેળવવાની રાહ જોઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.