ETV Bharat / state

Sharjah Flight Hits Truck: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શારજાહ-સુરત ફ્લાઈટ ટ્રકને અડતાં પાંખને નુકસાન

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શારજાહ ફ્લાઈટ ઉભી ટ્રકને અડતાં વિંગ ડેમેજ થયા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટ લેન્ડ થયા બાદ રન-વેથી એપ્રેન તરફ જતાં આ અકસ્માત સર્જાયો હતો.

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 10:34 AM IST

Sharjah Flight Hits Truck:
Sharjah Flight Hits Truck:

સુરત: એર ઈન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઈટ બુધવારે રાત્રે લગભગ 11:15 કલાકે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અકસ્માતનો ભોગ બની હતી. આ વિમાન 180 સીટર હતું. એરપોર્ટ એથોરિટીના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ વિમાનમાં 160થી વધુ મુસાફરો સવાર હતા. લેન્ડિંગ પછી ફ્લાઈટ એપ્રોન એરિયામાં જઈ રહી હતી ત્યારે રનવેની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં મુસાફરોને કોઈ નુકસાન થયું નથી, પરંતુ ફ્લાઈટની પાંખને નુકસાન થયું છે.

અકસ્માતનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનને આપવામાં આવ્યો છે. હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા તપાસ બાદ ફ્લાઈટ ચલાવવાની પરવાનગી આપવામાં આવશે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સમાંતર ટેક્સી ટ્રેક બનાવવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી હોવાનું એરપોર્ટના સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કામગીરીમાં માટીના પરિવહન માટે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ગત રાત્રે ચાલકે ટ્રકને રનવેની સાઈડમાં મુકી દીધો હતો.

અગાઉ પણ ફ્લાઈટના લેન્ડિંગમાં સમસ્યા સર્જાઈ: સુરત એરપોર્ટ પર મુખ્ય રનવેની સમાંતર ટેક્સી ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે 27 ફેબ્રુઆરીએ ફ્લાઇટ રનવે સુધી પહોંચી શકી ન હતી. જેના કારણે ફ્લાઇટને હવામાં ચક્કર લગાવવું પડ્યું હતું. તેવી જ રીતે 28 ફેબ્રુઆરીએ એક ફ્લાઈટ રનવે પર ઉભી રહી હતી અને અન્ય બે ફ્લાઈટને લેન્ડ કરવાની પરવાનગી મળી ન હતી. જેના કારણે તે બંને ફ્લાઈટ્સે પણ હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા. આવી સમસ્યાઓ દરરોજ આવતી રહે છે.

PTTનું કામ 5 વર્ષથી ગોકળગતિએ: લગભગ પાંચ વર્ષથી સમાંતર ટેક્સી ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. વેસુ તરફ સમાંતર ટેક્સી ટ્રેક બનાવવામાં આવ્યો છે, પરંતુ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા તેના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી નથી. જ્યારે ડુમસ તરફ સમાંતર ટેક્સી ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. આ કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. મે 2021માં સુરત એરપોર્ટના ડિરેક્ટરે કન્સ્ટ્રક્શન કંપનીને નોટિસ આપી હતી, પરંતુ PTTનું કામ હજુ પૂર્ણ થયું નથી.

  1. Holi Special Trains: પશ્ચિમ રેલવે બાન્દ્રા ટર્મિનસ-બીકાનેર અને બાન્દ્રા ટર્મિનસ-ઉદયપુર વચ્ચે ચલાવશે હોળી સ્પેશિયલ ટ્રેનો
  2. World Consumer Rights Day 2024: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ગ્રાહક માટે વરદાન કે અભિશાપ ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.