જૂનાગઢ: આજે વાઈફ એપ્રિસિએશન દિવસ છે. આજના દિવસે દરેક પતિ તેની પત્ની પ્રત્યે આદરભાવ સાથે તેના સમર્પણને બિરદાવીને એક કપ ગરમ ચાની સાથે પત્નીના સાચા દિલથી વખાણ કરીને આજના દિવસની ઉજવણી કરશે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા રવિવારે વાઈફ એપ્રિસિએશન દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમીઓ માટે જેમ વેલેન્ટાઈન ડે મહત્વનો હોય છે તેના કરતાં પણ વધુ મહત્વનો એક દંપતિ માટેનો આજનો દિવસ હોય છે.
આજે પત્નીના સમર્પણને બિરદાવવાનો દિવસ: આજના દિવસે પત્નીના સાચા અને ખરા દિલથી વખાણ કર્યા બાદ દરેક પતિમાં જે જુસ્સો જોવા મળે છે તે દરેક પત્નીની આંખમાં અનેરી ચમક લાવવા માટે પણ પૂરતો છે. આમ તો જુસ્સો અને આંખની ચમક આખું વર્ષ દરેક દંપત્તિ વચ્ચે અચૂક જોવા મળે છે, પરંતુ વાઈફ એપ્રિસિએશન દિવસનો જુસ્સો અને દંપતીના આંખોની ચમક કંઈક અલગ જોવા મળે છે.
પત્નીને સમર્પિત છે આજનો દિવસ: મનામણા, ગુસ્સો, પ્રેમ, શ્રેષ્ઠ મિત્ર, માથું મૂકીને રડી શકાય તેવું એક પોતાનું પોતીકુ સ્વર્ગ તેમજ પરિવાર માટે તેના તમામ સુખ અને ઈચ્છાને ત્યજી દેનાર આવા અનેક લક્ષણોનો એક આખો અધ્યાય એટલે પત્ની. આથી પત્નીને તેના સમર્પણ અને ત્યાગ માટે આજના દિવસે જેટલા વખાણ ખરા દિલથી અને સાચા હૃદય ભાવથી કરીએ તેટલા ઓછા પડે.
જૂનાગઢના દંપતી ઉજવે છે વાઈફ એપ્રિસિએશન ડે: આજના આ દિવાસની ઉજવણી જૂનાગઢના દંપતી ઉજવે છે. જેમાં દીક્ષિત બક્ષી જે પત્ની પ્રત્યેક કૃતજ્ઞતા વ્યક્ત કરતો પતી તેના પત્ની પ્રત્યે અપાર આભાર તેમજ પ્રેમ વ્યક્ત કરી આ દિવસની ઉજવણી કરે છે.
આ પુસ્તકમાં દાંપત્ય જીવનનો સાર છે: આજના દિવસે જ્હોન ગ્રેના એક જાણીતા પુસ્તક વિશે વાત કરીએ જેનું નામ છે 'Men Are from Mars, Women Are from Venus.' (મેન આર ફ્રોમ માર્સ વુમન્સ આર ફ્રોમ વિનસ) આ પુસ્તકમાં સમગ્ર દાંપત્ય જીવનનો સાર મેળવવા માટેના શબ્દો પૂરતા આપવામાં આવ્યા છે. આ પુસ્તકમાં પુરુષો અને સ્ત્રીઓ એકબીજાથી કેટલા અલગ છે, પુરીષ અને સ્ત્રીઓના એકબીજાથી તદ્દન અલગ લાક્ષણિકતાઓ તેમજ એકબીજાની એવી કઈ વાતો છે જેનાથી એકબીજાને સમજી શકાય તે વિશે જણાવવામાં આવ્યું છે.
શું તમે પણ ઉજવશોને વાઈફ એપ્રિસિએશન ડે ! આજના દિવસે દરેક પતિ તેની પત્ની માટે કંઈક એવી સરપ્રાઈઝ આપવા માટે તલપાપડ પણ હોઈ શકે કે જે મેળવ્યા બાદ દરેક પત્ની તેમના પતી પ્રત્યેની કૃતજ્ઞતાને લઈને થતી પણ ગદગદ થતી જોવા મળે છે. તો શું તમે પણ ઉજવશોને વાઈફ એપ્રિસિએશન ડે !
આ પણ વાંચો: