ETV Bharat / state

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કેમ વિધાનસભા ગૃહમાંથી બહાર કઢાયાઃ 'આંબેડકરનું અપમાન કર્યું'- ભાજપ મંત્રી - Gujarat Assembly Monsoon session - GUJARAT ASSEMBLY MONSOON SESSION

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની ચોમાસુ સત્રની કાર્યવાહીમાં ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. આજે જીગ્નેશ મેવાણીએ જસદણ રેપ કેસની વાત ઉગ્રતાથી કરી હતી. દરમિયાન તેઓ વેલમાં ધસી આવતા તેમને ગૃહમાંથી બહાર કઢાયા હતા. - Gujarat Assembly Monsoon session 2024

જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી કેમ બહાર કાઢી મુકાયા
જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી કેમ બહાર કાઢી મુકાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2024, 3:54 PM IST

જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી કેમ બહાર કાઢી મુકાયા (Etv Bharat Gujarat)

ગાંધીનગર: રાજ્ય વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો આજે અંતિમ દિવસ હતો. અંદાજ મુજબ જ આજે વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જસદણની બાળાના બળાત્કારની વાત કરતા જ હોબાળો થયો હતો.

સરકાર દ્વારા વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન કરવાના આરોપ સામે માસ્ટર સ્ટ્રોક: ડ્રગ્સના મુદ્દે પુછવામાં આવેલા પ્રશ્નની ચર્ચાનું લાઈવ પ્રસારણ કરવા ગૃહમંત્રીની ગૃહમાં સૂચન કર્યું હતું. ડ્ર્ગ્સના મુદ્દા પર ચર્ચા કરવા માટે ગૃહમંત્રીએ વિપક્ષને ચર્ચાની તક આપવા વિનંતી કરી છે. તમામ ચર્ચા લોકો જોઈ શકે જેથી વિપક્ષની કાર્યપદ્ધતિ લોકો જોઈ શકે એ માટે વિધાનસભા લાઈવ કરવા દરખાસ્ત કરી છે. વિપક્ષ ચર્ચા કરે છે કે દેકારો કરે છે, વોક આઉટ કરે એ લોકો જોઈ શકે તે માટે ગૃહની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂચન કર્યું છે.

મેવાણીને કેમ ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા? અધ્યક્ષે ગૃહમંત્રીને પુછ્યું કે, તમને આઈબીનો રિપોર્ટ છે કે વિપક્ષ વોકઆઉટ કરશે? વિપક્ષે ટિપ્પણી કરી કે માહિતી છુપાવવા માટે જ સરકાર આવા ખેલ કરે છે અને ઉશ્કેરણી કરે છે. કોંગ્રેસના સભ્યોની ટિપ્પણી બાદ ગૃહમાં વિપક્ષનો હોબાળો મચાવ્યો હતો. વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વેલમાં ધસી આવી તે વિરોધ કરવા લાગ્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ જ મુદ્દા લોકો જોઈ શકે એ માટે લાઈવ ચર્ચા કરવા માટે વિનંતી કરું છું. વિધાનસભાના નિયમ 51 પ્રમાણે જીજ્ઞેશ મેવાણીને ગૃહની બહાર લઈ જવામાં આવ્યા છે.

વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો આજે અંતિમ દિવસ હતો. અંદાજ મુજબ જ આજે વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જસદણની બાળાના બળાત્કારની વાત કરતા જ હોબાળો થયો હતો. જીગ્નેશ મેવાણી વેલમાં ઘસી આવ્યા હતા. જે બાદ હોબાળો થતા બંને પક્ષના ધારાસભ્યો, મંત્રીઓ સ્થાન પર ઊભા થઈ ગયા હતા. જસદણની બાળા પર થયેલા બળાત્કારની ચર્ચા લાઈવ કરવાની જીગ્નેશ મેવાણીએ ચેલેન્જ આપતા હોબાળો થયો હતો. જે બાદ અધ્યક્ષે અમિત ચાવડાને જીગ્નેશ મેવાણીને બેસાડવા કહ્યું હતું. જીગ્નેશ મેવાણી તમારું નથી માનતા તેવો પ્રશ્ન અધ્યક્ષે અમિત ચાવડાને પૂછ્યો હતો. જીગ્નેશ મેવાણી ફરી જગ્યા પર ઊભા થતા ફરી હોબાળો થયો હતો.

'તમે બંધારણનું અપમાન કરો છો' અધ્યક્ષે કહ્યું કે, જીગ્નેશભાઈ તમે બંધારણનું અપમાન કરો છો. જીગ્નેશભાઈ તમે કાયદાનું પાલન કરતા નથી. ત્યાર બાદ જીગ્નેશ મેવાણીને અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢ્યા હતા. સાર્જન્ટ દ્વારા જીગ્નેશ મેવાણીને બહાર કઢાયા હતા.

ગૃહમાંથી બહાર આવ્યા બાદ જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, થોડા દિવસ પૂર્વે રાજકોટ ગેમ જોનમાં નિર્દોષ લોકો હોમાયા હતા. તેમના પરિવારના સભ્યોએ રજૂઆત કરી હતી. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવેની રજૂઆત કરી હતી. જસદણની દીકરી પર બળાત્કાર અંગે ચર્ચા કરવામાં આવેની માંગ કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ મંત્રી કેમ પીડિતોની વેદના સંભાળવા માંગતા નથી. આ સમગ્ર મામલે પણ ગૃહમાં ચર્ચા થવી જોઈએ અને તેનું લાઇવ ટેલિકાસ્ટ થવું જોઈએ એ માંગ હતી.

મંત્રીએ કર્યો મેવાણી પર આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપઃ જીગ્નેશ મેવાણીએ બાબા સાહેબ આંબેડકરનું આપમાન કર્યાનો સંસદીય મંત્રીનો આરોપ છે. બે-બે વખત વેલમાં ઘસી આવવું યોગ્ય નથી. બંધારણના નિયમ મુજબ જીગ્નેશ મેવાણી સામે પગલાં લેવા જોઈએ. જીગ્નેશ મેવાણી ગૃહ બહાર ઉશ્કેરણી જનક ભાષણ કરે છે તેવું વર્તન ગૃહમાં ના ચાલે તેઓ આરોપ ભાજપના સભ્યોએ લગાડ્યો હતો.

મેવાણી મારામારી કરવા આવ્યા હોય તેવું વર્તનઃ જીગ્નેશ મેવાણી મારામારી કરવા આવ્યા હોય તેવું વર્તન કર્યું હોવાનો આરોપ વાઘાણીએ લગાવ્યો છે. આ ઘટના ક્રમમાં કોંગ્રેસની માનસિકતા છતી થાય છે. કોંગ્રેસના નેતાઓએ જીગ્નેશ મેવાણીને રોક્યા નહીં. જીગ્નેશ મેવાણીએ ગૃહના અધ્યક્ષનું અપમાન કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

જીગ્નેશ મેવાણીએ શું કહ્યું જાણોઃ ગૃહની કાર્યવાહી અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, અત્યારે સત્ર દરમિયાન હર્ષ સંઘવીએ લાઈવ કરવા કહ્યું હતું. ત્યારે મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે રાજકોટ કાંડ મામલે ગૃહ મંત્રી અને સીએમને પત્ર લખી CBIને અથવા નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપવાની માંગ કરી છે. સુરત તક્ષશિલા અને વડોદરા હરણી કાંડના પીડિતોની પણ આજ માંગ છે. જસદણ મામલે પીડિતાએ મીડિયામાં માહિતી આપી કે અન્ય 6 દીકરીઓની માહિતી છે. કેમ તપાસ કરવામાં આવતી નથી. 240 થી વધારે લોકો અલગ અલગ કાંડમાં હોમાયા છે. આજે બધા ગાંધીનગર પહોંચવાના છે.

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મનગમતા વિષયની માહિતી લાઈવ કરાવવા માંગતા હોય તો મારી માંગણી છે કે અત્યાર સુધીના જે કાંઈ કાંડ થયા તે મામલે ચર્ચા કરો અને તેને પણ લાઈવ કરો. આ મામલે મને બહાર કાઢવાના આવ્યો અને હું વોક આઉટ કરીને બહાર તેમના આદેશથી આવ્યો છું. ભારતના સંવિધાનને લઈને અમે ચાલીએ છીએ. ભાજપ અને આરએસએસ મનુસ્મૃતિથી મુજબ ચાલે છે. આ લોકો અગાઉ લખી ચૂક્યા છે કે બાબા સાહેબ આંબેડકરનાં બંધારણને દરીયામાં ફેંકી દેવું જોઈએ.

  1. સતત બીજા દિવસે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ - RAIN IN AHMEDABAD
  2. તબેલામાં મળી પૂરક પોષણ યોજનાની ખાદ્ય સામગ્રી, ખેડાના વસો તાલુકાનો બનાવ - purak poshan yojana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.