અમરેલી: જિલ્લામાં લાઠી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સભા સંબોધવા આવ્યા હતા અને પોતાના સંબોધનમાં હીરા સોલંકીનો ઉલ્લેખ કર્યો હતો અને જાહેર સભામાં યાદ કર્યા હતા. લાઠીમાં જાહેેરસભામાં પીએમ મોદીએ રાજુલા-જાફરાબાદ વિસ્તારની અંદર થતો બાજરો અને જાણીતી ભેંસની જાતો અંગે વાત કરી હતી.
પીએમ મોદીએ હીરા સોલંકીને યાદ કર્યા: પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જાફરાબાદી ભેંસ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ છે. આ સાથે બાજરાની વાત કરી હતી અને ધારાસભ્ય હીરા સોલંકીને પણ યાદ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધન કર્યા બાદ આખરે લાઠીથી દિલ્હી ખાતે જતા હતા. તે દરમિયાન સ્ટેજ ઉપર ધારાસભ્ય હીરા સોલંકીની મુલાકાત કરી હતી અને તેઓએ તેમની સાથે ચર્ચા કરી હતી. ખાનગી ચર્ચા કરતા હીરા સોલંકીના નામનું જોર પકડ્યું છે.
ધારાસભ્ય હીરા સોલંકી દિલ્હી જશે: પીએમ મોદીએ જાહેર સભામાં ધારાસભ્ય હીરા સોલંકીને યાદ કર્યા હતા. ત્યારે ધારાસભ્ય હીરા સોલંકીએ પોતાનું નિવેદન આપ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સ્ટેજ પર અમને યાદ કર્યા એ જ મહત્વનું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાના કાર્યકર્તાઓને પણ યાદ કરે છે. આવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. આ ઉપરાંત હીરા સોલંકીએ જણાવ્યું કે, સ્ટેજ ઉપરથી મને દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેથી પીએમના નિમંત્રણને માન આપવા માટે અમે દિલ્હી જવાના છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ અમારા જેવા નાના કાર્યકર્તાઓને યાદ કરે છે.
આ પણ વાંચો: