ETV Bharat / state

રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું: સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં સરેરાશ એક ઇંચથી ઓછો વરસાદ.. - Weather Updates

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 3:11 PM IST

Updated : Jul 10, 2024, 3:20 PM IST

દેશમાં એવરેજ બધા જ રાજ્યોમાં ચોમાસનો પ્રારંભ થઈ ગઈ છે. ગુજરાતમાં ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 25 ટકાથી વધુ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા રાજ્યમાં સરેરાશ વરસાદ અને કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો તેની આંકડાકીય માહિતી આપવામાં આવી છે, જાણો વધુ આગળ ... Weather Updates

રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 25 ટકાથી વધુ નોંધાયો છે.
રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 25 ટકાથી વધુ નોંધાયો છે. (Etv Bharat Gujarat)

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા હાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ 6 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાની માહિતી મળી છે.

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ (ETV Bharat)

જુઓ સૌથી વધુ અને ઓછો વરસાદ ક્યાં: 'રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, દ્વારા મળેલા અહેવાલો મુજબ, આજે તારીખ 10 જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાક પુરા થતાં 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો સૌથી વધુ 34.94 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં સિઝનનો કુલ 34.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 27.21 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 17.75 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 16.32 ટકા સિઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યના અન્ય તાલુકામાં આટલો પડ્યો વરસાદ: આ ઉપરાંત મહેમદાબાદ, રાણાવાવ, ભાણવડ, ધોરાજી, લાઠી, મેંદરડા, કેશોદ અને તલાલા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે બગસરા, નખત્રાણા, અંજાર, પોરબંદર, માતર, જામકંડોરણા, ગાંધીધામ, ખેડા, કુતિયાણા, વિસાવદર અને જૂનાગઢના માંગરોળ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે 32 જેટલા તાલુકામાં એક ઈંચથી વધુ અને 104 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

  1. કૂવામાં રોટલો પધરાવી વરસાદ કેવો રહેશે તેવો અંદાજ મેળવતું જામનગરનું અનોખું ગામ આમરા, 400 વર્ષ જૂની પરંપરા - Jamnagar News
  2. 15મી ઓગસ્ટ બાદ ખુબ સારા વરસાદની શક્યતા, દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારોની આગાહી - JUNAGADH RAIN WEATHER

Last Updated : Jul 10, 2024, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.