ETV Bharat / state

"બાબા સિદ્દીકીની જેમ મારી પણ હત્યા થઇ શકે" MLA જીગ્નેશ મેવાણીએ આ IPS અધિકારી પર લગાવ્યા ગંભીર આરોપ

થોડા દિવસો અગાઉ દલિતોના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવા ગયેલાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને IPS રાજકુમાર પાંડિયન વચ્ચે બોલાચાલી થઇ હતી

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

Updated : 3 hours ago

MLA જીગ્નેશ મેવાણીએ IPS અધિકારી પર લગાવ્યા ગંભીર આરોપ
MLA જીગ્નેશ મેવાણીએ IPS અધિકારી પર લગાવ્યા ગંભીર આરોપ (Etv Bharat gujarat)

અમદાવાદ: થોડા દિવસો અગાઉ દલિતોના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવા ગયેલાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને IPS રાજકુમાર પાંડિયન વચ્ચે બોલાચાલી થઇ હતી. મોબાઇલ ફોન બહાર મૂકીને આવો તેમ કહેતાં પાંડિયન અને મેવાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ સમગ્ર મામલો શું હતો? તે બાબતે સ્પષ્ટતા કરતા કોંગ્રેસ ભવન ખાતે જીગ્નેશ મેવાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.

IPS પાંડિયન દ્વારા ખરાબ વર્તન કર્યાનો આક્ષેપ: જીગ્નેશ મેવાણી દ્વારા વાત કરવામાં આવી હતી કે, જ્યારે જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ એસ.સી અને એસ.ટી સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા IPS રાજકુમાર પાંડિયનને દલિતોના પ્રશ્નો અંગે વાત કરવા પહોંચ્યા હતા, ત્યારે ધારાસભ્યના જે પ્રોટોકોલ હોય તે ન જાળવીને રાજકુમાર પાંડિયન દ્વારા તેમની સાથે ખરાબ અને નિમ્ન સ્તરનું વર્તન કર્યું હતું.

કોંગ્રેસ ભવન ખાતે જીગ્નેશ મેવાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી (Etv Bharat gujarat)

જીગ્નેશ મેવાણી આંદોલન કરશે: વધુમાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આગામી 23 ઓક્ટોબરે તેઓ પોતે, હિતેન્દ્ર પીઠડીયા અને 500 થી 700 જેટલા દલિત સમાજના લોકોને સાથે રાખીને ડીજી કચેરી ખાતે પ્રોટેસ્ટ કરવા જશે અને રાજકુમાર પાંડિયનને ફરજ મોફૂક કરવામાં આવે તે પ્રકારની માંગણી સાથે પ્રોટેસ્ટ કરશે. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આજે પોલીસ સંભારણા દિવસ છે, ત્યારે સારી કામગીરી કરીને શહીદ થયેલા પોલીસ કર્મીઓને યાદ કરીએ છીએ. પરંતુ IPS રાજકુમાર પાંડિયનનુ કોઈ સારું સંભારણું બનવાનું નથી. તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.

MLA મેવાણી દ્વારા ગંભીર આક્ષેપો: વધુમાં મેવાણી દ્વારા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા કે, દલિતોને ફાળવેલી 20 હજાર વીઘા જમીન એવી જમીન છે, જેમાં RSS અને ભાજપ સાથે જોડાયેલા લોકો દ્વારા દબાણ કરાયેલું છે અને જ્યારે અમે રજૂઆત કરવા ગયા, ત્યારે ગાંધીધામ SP અને IG ચિરાગ કોરડિયા જાણે દલિતોની હત્યા થાય તેની રાહ જોઈને બેઠા હોય તેવું તેમનું વલણ હતું. છેવટે જીગ્નેશ મેવાણીએ વધુ એક વાત કરી હતી કે, બાબા સિદ્દીકીની જેમ જો તેમની, તેમના પરિવારની, એસ.સી/એસ.ટી સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયાની કે પછી તેમની સાથે નિકટતાથી સંકળાયેલા લોકોની જાનમાલને કોઈ નુકસાની થાય તો તેનો એકમાત્ર જવાબદાર IPS રાજકુમાર પાંડિયન રહેશે.

આ પણ વાંચો:

  1. વેરાવળના બંધ મકાનમાં વિકરાળ આગ લાગી, સદનસીબે જાનહાની ટળી
  2. ખેડૂતોની મહેનત પર પાણી ફર્યું : અમરેલી જિલ્લામાં વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકસાન

Last Updated : 3 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.