ભાવનગર: શહેરમાંથી નીકળતી કંસારા નદી ઉપર 1998માં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદી પ્રોજેક્ટ લઈ આવ્યા બાદ આજે 2024 માં પણ કંસારા શુદ્ધિકરણના નામ બદલાયા પછી પણ કામગીરી પૂર્ણ થતી નથી.ત્રણ થી ચાર ટકા કામગીરી બાકી હોવાના બણગા ફુકાય છે, ત્યારે કંસારાના કાંઠે રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શું છે સ્થિતિ ચાલો જાણીએ.
4 ટકા કામગીરી કઈ બાકી: સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર કંસારા પ્રોજેક્ટ જર શરૂ કરવામાં આવ્યો હતો. એમાં જે રીતે કામગીરી કરવામાં આવી છે એને ધ્યાનમાં લઈને હાલ જે અડલ ઉભા થયા છે. જમીન સંપાદન માટેનો વિષય છે. જમીન સંપાદન માટેની વાત છે. એક તિલકનગરમાં 6 પ્લોટની સંપદાનની વાત છે અને એક રામ મંત્ર મંદિર પાસે પાછળના ભાગમાં 19 પ્લોટો સંપાદન કરવા માટેની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે, જે તે વખતે આ સંપાદન માટેના વિષય માટે બોર્ડમાં પણ અમુક મુદ્દાઓ આવ્યા હતા. પણ ભાવનગર મહાનગરપાલિકાના હીતને ધ્યાનમાં રાખીને પ્રજાના જે મુશ્કેલીઓ પડી રહી છે એને ધ્યાનમાં રાખીને આગળની દિવસોમાં આ ઝડપથી સંપાદન થાય એના માટેના પ્રયત્નો હાથ કરવામાં આવ્યા છે. સંપાદનની કાર્યવાહી ચાલુ છે. કમિશનર અને કલેકટર વિભાગને સંબંધિત કામગીરી કરીને આગળ જે જમીન લેવાની છે એના માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસો કલેકટર પાસેથી જમીન માંગણી છે તેમાં પણ દરખાસ્ત મુકવામાં આવી છે. ડ્રિમ પ્રોજેકટમાં લઈને કામગીરી થઈ રહી છે. હાલમાં 94 ટકા 95 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. હાલ 4 ટકા જેટલું આજે પોષન બતાવ્યું છે એ પોષનની અંદર કામ બાકી છે, પણ આગામી દિવસોમાં જે ટાઈમ લાઈન છે 31/12/2014 સુધીમાં જમીન સંપાદન થઈ જાય ત્યાર પછી ત્રણ મહિનામાં આ કામગીરી હાથ કરીને પૂર્ણ કરવામાં આવશે.
42 કરોડ સિવાય બીજા 10 કરોડ ફાળવ્યા: ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, 42 કરોડના આ પ્રોજેક્ટમાં હાલ 42 કરોડ ઉપરાંત કામ કરવાનું છે. વધારાની કામગીરી કરવામાં આવી છે. અમુક અમુક જગ્યાએ સીધો જ ભેખડ ન પડે એના માટે પણ કરવામાં આવી છે, જે રોડ કાઢવામાં આવ્યો છે એમાં વધારાના ખર્ચ તરીકે 10 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે.
ગંદા પાણીને લઇને ઉડતો જવાબ: ચેરમેને જણાવ્યું હતું કે, પ્રોજેકટ જરૂર સાર્થક જશે, ડ્રેનેજ વિભાગ હેઠળ ધ્યાન રાખવામાં આવી રહ્યા છે. અનેક કનેકશનો ટ્રેસ કરવામાં આવ્યા છે. માત્ર પાણી વરસાદનું વહે તે દિશામાં છીએ. હજુ પણ કોઈ એવા કનેક્શનો હશે તો ટ્રેસ કરવામાં આવશે એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.
કંસારા કાંઠે રહેતા લોકો ત્રાહિમામ: કંસારા કાંઠે રહેતા બટુકભાઇએ જણાવ્યું હતું કે, અહીંયા વાસ આવ્યા કરે અને મચ્છર થાય અને અહીંયા વાસ આવે આમ તો ચોવીસ કલાક વાસ આવ્યા કરે કોઈ સાફ સફાઈ નથી કરતું. અહીંયા દુર્ગંધ માર્યા કરે છે. સ્થાનિક વશરામ ભાઈએ જણાવ્યું હતું કે પણ આ તકલીફમાં ભાઈ મચ્છરાનો ત્રાસ બહુ છે જો, આના કરતાં પેલા હતું ઇ સારું હતું પાણી વયુ જતું.અત્યારે તો મચ્છરાથી રેહવાતું નથી. અમારા નાના નાના બાળકોને બહાર લઈ જવા પડે છે. મહેમાન આવ્યા હોય તો બેઠાડાતા નથી. બીજે લઈ જવા પડે છે. સવાર સાંજ આવો તો ખબર પડે, આ અધૂરું મૂક્યું એનું શું. અહીંયા ચેકડેમ બનાવ્યો, બધા કચરો એઠું જૂઠું નાખે, આ વહેલી તકે પૂરું કરે તો સારું એમ ભાઈ.
1998 થી શરૂ પ્રોજેકટ પગલર સ્થાનિકોનો કકળાટ: સ્થાનિક વલ્લભભાઈ કંટારીયાએ જણાવ્યું હતું કે, અમે અહીંયા 45 વર્ષથી રહીએ છીએ, પણ જે આ યોજના આવી એની પહેલાની પરિસ્થિતિ બહુ સારી હતી એમ કહી શકું, કારણ કે પહેલાના દિવસોમા ગટરના પાણી એટલા બધા નહોતા આવતા, વરસાદી પાણી આવતું બોરતળાવમાંથી ડાયરેક્ટ વધારાનું પાણી આવતું એટલે ચોખ્ખું પાણી આવતું, પણ 90 ના દસકામાં જે તે વખતે ધારાસભ્ય અને માજી ગ્રહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ 35 કરોડ રૂપિયા એ વખતે એમણે ફાળવ્યાને હતા અને આ પ્રોજેક્ટ કરવા માટે એમને કોર્ટમાં જવું પડ્યું, પછી 35 કરોડના લગભગ 70 કરોડ રૂપિયા જેવા ગવર્મેન્ટ એ નાખ્યા છે. આ 70 કરોડ નાખવા છતાં આ હાલત તમે જોઈ શકો છો કે પહેલા આવી કોઈ વનસ્પતિ નહોતી થતી, એટલું બધું પાણી ભરાઈ નહોતું રહેતું. હવે આ ગટર યોજના બંધ કરવાની યોજના છે એના બદલે ગટરનું પાણી તો વધારે આવે છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, મોટી નાની કેનાલ નીકમાં પાણી જતું હોય ને મોટી કેનાલ કરી છે, એટલે અહીંયા રહેવાની અમારી ખૂબ જ ખરાબ સ્થિતિ છે. અત્યારે વાસ આવે પહેલા વાસ નોહતી આવતી અને જે ચોખાઇ હતી એટલી બધી ચોખ્ખાઈ નથી. આનો તો કોઈ નિકાલ ગવર્મેન્ટ કરતી નથી. આ પ્રોજેકટ ક્યારે પૂરો થાય અને ચોખ્ખું પાણી ક્યારે આવે એની તો કોઈ અમને હજી આશા લાગતી જ નથી, એટલે આની કરતાં પહેલાંની પરિસ્થિતિ હું માનું ત્યાં સુધી સો ટકા સારી હતી, એટલી ખરાબ હાલત કરી નાખી છે. અમારી રજૂઆત કોને કરવાની.
આ પણ વાંચો: