ETV Bharat / state

ગુજરાતમાં ભાજપની જીતમાં નોટા અને બસપાના વોટ શેરનો કેટલો ફાળો? - Gujarat Loksabha Election Result 2024 - GUJARAT LOKSABHA ELECTION RESULT 2024

લોકસભા ચૂંટણી 2024મા રાજ્યની26 પૈકી25 લોકસભાની બેઠકો ભાજપે મેળવી છે અને એકમાત્ર બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેને જીત મેળવી ભાજપને ક્લીન સ્વીપ કરતા અટકાવ્યું છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય બેઠકોની વાત કરી તો નોટા અને બસપા(બહુજન સમાજવાદી પાર્ટી)એ પણ 2019ની તુલનામાં વધુ વોટ કાપ્યા છે. તો જાણો ગુજરાતમાં ભાજપની જીતમાં નોટા અને બસપાના વોટ શેરનો કેટલો ફાળો છે.

ગુજરાતમાં ભાજપની જીતમાં નોટા અને બસપાના વોટ શેરનો કેટલો ફાળો
ગુજરાતમાં ભાજપની જીતમાં નોટા અને બસપાના વોટ શેરનો કેટલો ફાળો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 7, 2024, 8:21 PM IST

ગુજરાત: ભારતમાં 4 જૂનના રોજ લોકસભા ચૂંટણી 2024ની મત ગણતરી કરવામાં આવી હતી અને કોના હાથમાં સત્તા આવશે તેવી અટકળોનો અંત આવ્યો હતો. જેમાં ભાજપને 400 પારની જગ્યાએ માત્ર 240 સીટ જ મળી છે અને સંપૂર્ણ એનડીએ ગઠબંધનને 292 સીટો પર જ ભગવો લહેરાવી શકયા છે. જે 2019ની સરખામણીમાં 59 બેઠકો ઓછી છે. આ લોકસભા ચુંટણીમાં કોંગસે 99 બેઠકો પર જીત મેળવી છે, અને ઈન્ડિયા ગઠબંધને 200 બેઠકો પર જીત મળી છે. એવામાં જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યની 26 પૈકી 25 લોકસભાની બેઠકો ભાજપે મેળવી છે અને એકમાત્ર બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેને જીત મેળવી ભાજપને ક્લીન સ્વીપ કરતા અટકાવ્યું છે.

ભાજપની જીતમાં નોટા અને બસપાના વોટ શેરનો કેટલો ફાળો
ભાજપની જીતમાં નોટા અને બસપાના વોટ શેરનો કેટલો ફાળો (Etv Bharat Gujrat)

ગુજરાતમાં ભાજપની 1 હાર: ગુજરાતમાં લોકસભા ચુંટણી 2019 ની તુલનામાં ભાજપે 1 બેઠક ગુમાવી છે. 2019માં બનાસકાંઠાની બેઠક પરથી 6,79,108 મત ભાજપને મળ્યા હતા અને 310812 મત કોંગ્રેના ફાળે ગયા હતા જેમાં 3,68,296 માર્જિનથી ભાજપે આ બેઠક પર જીત મેળવી હતી. તે બદલે આ વખતે બનાસકાંઠાની બેઠક પર ભાજપ તરફથી રેખાબેનને કુલ 30406 મત મળ્યા છે અને કોંગ્રેસ તરફથી ગેનીબેનને 6,71,883 મત મળ્યા. આ બેઠક પર અંત સુધી રસાકસી ચાલતા છેવટે ગેનીબેને બાજી મારી 30,406 વોટના માર્જિનથી જીત મેળવી છે.

અન્ય બેઠકો પર શું હતો હાલ?: આ ઉપરાંત પાટણ અને બારડોલી બેઠક પર પણ અમુક રાઉન્ડ સુધી ભાજપ અને કોંગ્રેસ આગળ પાછળ જોવા મળ્યું હતું, પરંતુ આ બંને બેઠકો પર ભાજપના ભરતસિંહ અને પ્રભુભાઈએ બાજી મારી લીધી હતી. સૌથી વિવાદિત બેઠક એટલે કે રાજકોટ બેઠક પર ભાજપને સંકટ લાગી રહ્યું હતું, પરંતુ આખરે પુરષોત્તમ રૂપાલા 4,84,260 વોટના માર્જિનથી જીત મેળવી લીધી હતી.

ગાંધીનગરમાં 2019 અને 2024માં તફાવત: 2019માં ભાજપે સુરત બેઠક પરથી 5,48,230 માર્જિનથી જીત મેળવી હતી, તો આ વખતે પહેલાથી જ કોઈ ચુંટણી અને મતદાન વિના ભાજપના મુકેશ દલાલ બિન ફરીફ તરીકે ચૂંટીને સુરતમાં વિજય મેળવી લીધી હતી. ગાંધીનગર જે ગુજરતનું પાટનગર અને મહત્વની બેઠકોમાંની એક છે તેમાં, વર્ષ 2019માં અમિત શાહ 5,57,014 ના માર્જિનથી જીત મેળવી હતી તો આ વખતની ચુંટણીમાં તેમણે 7,44,716 ના રેકોર્ડબ્રેકથી માર્જિનથી જીત મેળવી હતી.

ભાજપને આયાતી ઉમેદવારોથી લાભ: 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને આયાતી ઉમેદવારોએ સ્થાનિક સ્તરે વિરોધ અને ઓછો સહકાર છતાં વિજય પ્રાપ્ત કર્યો છે. રાજ્યસભાથી નિવૃત થયેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાને પોતાના અમરેલી જિલ્લા કરતાં રાજકોટથી, મૂળ ભાવનગરના કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાને પોરબંદરથી, દિલ્લી રહેતા પણ વલસાડથી ઉભા રહેલા ધવલ પટેલ ભાજપ માટે 2024ની લોકસભા ચૂંટણી જીત્યા છે.

નોટા અને બસપાની બેઠકો: ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય બેઠકોની વાત કરી તો નોટા અને બસપા(બહુજન સમાજવાદી પાર્ટી)એ પણ 2019ની તુલનામાં વધુ વોટ કાપ્યા છે. જે મત ભાજપ કે કોંગ્રેસને મળવા જોઈએ તે આ વખતે આ 2 પાર્ટીને મળ્યા છે. 2019 માં ગુજરાતમાં નોટાને કુલ 400941 (1.40%) વોટ મળ્યા હતા, અને 2024માં નોટને સંપૂર્ણ ગુજરાતમાં 449252 (1.56%) વોટ મળ્યા છે. આથી આપણે આંકડા પરથી જોઈ શકીએ કે નોટાએ આ વખતે 2019 કરત વધુ મત જીત્યા છે. આ જ રીતે જો બસપાની વાત કરીએ તો નોટા બાદ તેણે પણ વધુ વોટ મેળવ્યા છે.

  1. ગુરુ અને શુક્રનો અસ્ત થવાથી ભાજપ અને મોદીને અપેક્ષિત પરિણામોથી મળ્યા નહીં - Astronomer Jayaprakash Madhak

For All Latest Updates

TAGGED:

PAGE
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.