નર્મદાઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે બીજો એક ગુનો નોંધાયો હતો. રાયોટિંગના આ ગુનામાં કયા પ્રકારની કાર્યવાહીઓ થઈ છે તે અંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા જાણકારી આપવામાં આવી છે.
તાજેતરમાં જેમાં ચૈતર વસાવાને શાંતિલાલ વસાવા નામનો વ્યક્તિ જે હોટલમાં કામ કરતો હતો, ત્યાં લોકસભાની ચૂંટણી વખતનું હોટલમાં જમવાનું કથિત રૂપે જે બિલ બાકી હતું જે બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ ચૈતર વસાવા અને તેમના માણસો દ્વારા શાંતિલાલ વસાવાને ઘરે જઈ ધોલ ધાપટ અને થપ્પડ મારી અને ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે, જેમાં રાયોટીંગ સહિતના અન્ય ધારાઓ હેઠળ ફરિયાદ ચૈતર વસાવા સહિત 15 થી 20 લોકો સામે છે.
સામે આ પક્ષે ચૈતર વસાવાએ પણ ફરિયાદ કરી હતી કે તેમણે પેમેન્ટ કરી દીધું હતું. ત્યારે આ કેસને લઈને પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. નર્મદાના એસપી પ્રશાંત સુંબેએ આ બાબતે વિગતવાર જણાવ્યું હતું કે પોલીસ કઈ રીતે તપાસ આગળ હાથ ધરી છે અને હાલમાં આ કેસનું સ્ટેટસ શું છે.
આ વીડિયોમાં જોઈએ એસપી શું કહી રહ્યા છે. બીજી તરફ ચૈતર વસાવા પણ શાંતિલાલ વસાવા સામે અભદ્ર ભાષામાં મોબાઈલ પર વાત કરી હોવાની જે બાબતની પણ લેખિત રજૂઆત પોલીસને કરી હતી પરંતુ આ ગુનામાં હજુ કોઈ ફરિયાદ પોલીસે નોંધી નથી ત્યારે જોવાનું રહેશે કે આ કેસમાં આગળ શું થાય છે.