ETV Bharat / state

પશ્ચિમ રેલવે દ્વારા મોટી જાહેરાત : ઉધના- ભાવનગર ટર્મિનસ વચ્ચે દોડશે આ સ્પેશિયલ ટ્રેનો - Western Railway Special Train

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 31, 2024, 8:18 PM IST

પશ્ચિમ રેલવે દ્વારા બે મોટા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેન જે દિલ્હી સરાય રોહિલ્લા જાય છે તે હવે દિલ્હી કેન્ટ જશે, આમ આ ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર થયા છે. તેમજ મુસાફરોને વધુ સુવિધાઓ આપતા પશ્ચિમ રેલવે દ્વારા ઉધના અને ભાવનગર ટર્મિનસ વચ્ચે સ્પેશલ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. જાણો. Western Railway Special Train

પશ્ચિમ રેલવે દ્વારા શરૂ કરાઇ સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા શરૂ કરાઇ સ્પેશિયલ ટ્રેન (Etv Bharat Gujarat)

ગાંધીનગર: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને વધુ સંખ્યામાં મુસાફરો સમાવી શકે તેના ઉદેશ્યથી ઉધના અને ભાવનગર ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 09021/09022: ઉધના-ભાવનગર ટર્મિનસ (સાપ્તાહિક) સ્પેશલ (8 ફેરા)
  • ટ્રેન નંબર 09021: ઉધના - ભાવનગર ટર્મિનસ સ્પેશલ દર સોમવારે ઉધનાથી 22.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 05 ઓગસ્ટથી 26 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે.
  • ટ્રેન નંબર 09022: ભાવનગર ટર્મિનસ - ઉધના સ્પેશલ દર મંગળવારે ભાવનગર ટર્મિનસથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.10 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 6 ઓગસ્ટથી 27 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે.

કયા કયા સ્ટેશને ઊભી રેહશે આ ટ્રેન: નવી શરૂ કરવામાં આવેલ આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીગ્રામ, સરખેજ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે. તેમજ ટ્રેનમાં એસી ચેર કાર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના સામાન્ય કોચ હશે.

સાઇટ પર જઈ માહિતી મેળવવી: તમને જણાવી દઈએ કે, ટ્રેન નંબર 09021 અને 09022 માટે બુકિંગ 2 ઓગસ્ટ, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરુ થશે. ઉપરાંત આ ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે તમામ મુસાફરો www.enquiry.indianrail.gov.in ની સાઇટ પર જઈ માહિતી મેળવી શકે છે.

ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેન: ટ્રેન નંબર 09523 જે ઓખા-દિલ્હી કેન્ટ સ્પેશિયલ તરીકે ઓળખાય છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સરળ સુવિધા માટે ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન દિલ્હી સરાય રોહિલ્લાને બદલે દિલ્હી કેન્ટ જશે. આ ટ્રેન 6 ઓગસ્ટ, 2024થી દર મંગળવારે સવારે 10.00 કલાકે ઓખાથી તેના નિર્ધારિત સમયે ઉપડશે અને બીજા દિવસે સવારે 09.40 કલાકે દિલ્હી કેન્ટ પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતા આ ટ્રેન નંબર 09524 દિલ્હી કેન્ટ-ઓખા સ્પેશિયલ 7 ઓગસ્ટ, 2024થી દર બુધવારે દિલ્હી કેન્ટથી 13.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે.

સાઇટ પર જઈ માહિતી મેળવવી: અહીં નોંધનીય છે કે, દિલ્હી કેન્ટ સિવાય આ ટ્રેનના અન્ય કોઈ સ્ટેશનના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યા નાથી. ઉપરાંત આ ટ્રેનની વધુ વિગતો માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની સાઇટ પર જઈ માહિતી મેળવી શકે છે.

  1. અમદાવાદ અને ઓખા વચ્ચે દોડશે "જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન", જાણો સંપૂર્ણ માહિતી - Janmashtami Special Train
  2. પશ્ચિમ રેલવે અમદાવાદથી કુડાલ અને મેંગલુરુ વચ્ચે ગણપતિ મહોત્સવ સ્પેશિયલ ટ્રેન દોડાવશે - Ganpati special train

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.