પોરબંદર: તાજેતરમાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર, પોરબંદર દ્વારા માર્ગદર્શિત અને ટીપ, નોડલ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સ્વીપ નોડલ ઓફિસર્સના સયુંકત ઉપક્રમે, પોરબંદરના દરિયા કિનારે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત પોરબંદરના જાણીતા રેત શિલ્પ આર્ટિસ્ટ નથુભાઈ ગરચર દ્વારા નગરજનો અને સહેલાણીઓ ને મતદાર જાગૃતિ અંગેની પ્રેરણા પૂરી પાડવા માટે એક ખાસ નવતર પ્રયોગ તરીકે મતદાર જાગૃતિ અંગેના હું અવશ્ય મતદાન કરીશ એ સંદર્ભે એક સુંદર રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મહત્વપૂર્ણ છે કે, ચૂંટણી અધિકારી અને પોરબંદર જિલ્લા કલેક્ટર કે. ડી.લાખાણી સાહેબ દ્વારા પ્રેરિત આ કાર્યક્રમમાં અનેક સંસ્થાઓ આગળ આવી અને અલગ-અલગ રીતે લોકોને વધુને વધુ મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડવા વિવિધ કાર્યક્રમો કરતી રહે છે, ત્યારે નથુભાઈ ગરચર દ્વારા પણ ખૂબ મહેનતથી એક સુંદર રેત શિલ્પનું નિર્માણ કરી આજના આ રવિવારે લોકો જ્યારે સાંજે દરિયાકિનારે ફરવા જતા હોય છે. ત્યારે તેઓ પણ આ રેત શિલ્પ નિહાળી શકે અને તેની સાથે પોતાની સેલ્ફી પણ લઈ શકે અને રેતશિલ્પ કલાના માધ્યમથી ઘર ઘર સુધી મતદાર જાગૃતિનો સંદેશ પહોંચે તે માટે જહેમત ઉઠાવી હતી.
આ અગાઉ નથુભાઈ ગરચરે વિવિધ ચૂંટણી વખતે પોતાની આ કલાથી અનેક લોકોના દિલ જીતી લીધા છે, અને મતદાર જાગૃતિની પ્રેરણા પૂરી પાડી હતી. સ્વીપ નોડલ ઓફિસર તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહે અને લોકોને મતદાન જાગૃતિ માટે પ્રેરણા પૂરી પાડી હતી.