મહેસાણા : મહેરબાની કરીને અમને સલાહ ના આપો, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલના આ નિવેદન બાદ ચર્ચાએ જોર પકડ્યું છે. તેમણે કહ્યું કે, બધી સંસ્થાઓનું એક પ્લેટફોર્મ બને એવી ભાવના છે. અમને સલાહ નથી જોઈતી સાથ અને સહકાર જોઈએ છે. સલાહના નામે અમને કોઈ ભાષણ ના આપે. જોકે, આર. પી. પટેલને કોણ સલાહ આપી રહ્યું છે અને કોણ ખટકી રહ્યું છે તે સવાલ ઉઠી રહ્યા છે.
મા ઉમિયાનો દિવ્ય રથ : મહેસાણામાં વિશ્વ ઉમિયાધામ આયોજિત મા ઉમિયાના દિવ્ય રથ પરિભ્રમણના સ્વાગત પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદારો લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ.યોજાયો હતો. મહેસાણામાં મોઢેરા રોડ પર હજારોની સંખ્યામાં પાટીદાર મહિલાઓએ રથનું સ્વાગત કર્યું હતું.
અમને સલાહ ન આપો ! વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલનું નિવેદન હતું કે, મહેરબાની કરીને અમને સલાહ ના આપો. બધી સંસ્થાઓનું એક પ્લેટફોર્મ બને એવી ભાવના છે. અમને સલાહ નથી જોઇતી સાથ અને સહકાર જોઈએ છે. સલાહના નામે અમને કોઈ ભાષણ ના આપે. હવે આ મુદ્દે જ્યારે આર. પી. પટેલને સવાલ કર્યો કે તમને કોણ સલાહ આપે છે ? તેમણે કોઈ ચોક્કસ નામ જણાવ્યું નહોતું.
નીતિન પટેલ બગડ્યા ! મહેસાણામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત માઁ ઉમિયાના રથના સ્વાગત કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન કર્યું કે, કોઈ ઉદ્યોગપતિ કે મંત્રી સલાહ આપે તો આવકાર્ય છે પણ જેને પોતાની પત્ની પણ ગ્લાસ પાણી ના પીવડાવતી હોય એવા લોકો અમને સલાહ ના આપે.
સલાહ આપનારની કેપિસિટી જુઓ ! મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સમાજનું પીઠબળ, સમર્થન, શક્તિ હોય તો સમાજનો વિકાસ થાય છે. કોઈએ ટીકા કરી કે મંદિર બનાવીને શું કરવાનું, પરંતુ આ મંદિર વિશ્વમાં ઊંચામાં ઊંચું બનવા જઈ રહ્યું છે. કોઈ કામ ઝડપથી પૂરું ના થાય, કામમાં સમય લાગે. આર. પી. પટેલે કહ્યું એ સાચું છે. સલાહ બધા આપે છે, હું મંત્રી હતો તે સમયે મને પણ જે આવે એ સલાહ આપતા હતા. સલાહ આપનારની કેપિસિટી જોવી પડે.