ETV Bharat / state

સુરત સિટી બસમાં બવાલનો વાયરલ વીડિયો, સુરતના આ કોર્પોરેટરની ઊંઘ ઉડી - Viral video

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 27, 2024, 10:55 PM IST

સુરતમાં સિટી બસમાં એક ઈસમ રૂપિયાનું બંડલ દેખાડી કંડકટર પર રોફ જમાવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ઉપરાંત યુવક પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનો પણ દાવો કરતો નજરે પડે છે. જુઓ આ વાયરલ વીડિયો...

સુરત સિટી બસમાં રોફ જમાવતો યુવક
સુરત સિટી બસમાં રોફ જમાવતો યુવક (ETV Bharat Reporter)

સુરત : સુમુલ ડેરી રોડ પર સિટી બસના કંડકટર સાથે એક મુસાફરે બોલાચાલી કરી પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ ઝાડ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેના પર પ્રતિક્રિયા આપતા સુરતના કોર્પોરેટરે ખુલાસો આપતો વીડિયો મૂકવો પડ્યો છે.

સુરત સિટી બસમાં બવાલનો વાયરલ વીડિયો (ETV Bharat Reporter)

સુરત સિટી બસમાં બવાલ : સુરત રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી BRTS બસમાં કિરણ હોસ્પિટલ જવા માટે બેઠેલા યુવકે પોતે ભાજપના ધારાસભ્યના પુત્ર તરીકે ઓળખ આપી કંડક્ટરનો કોલર પકડી લીધો હતો. સુરત રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી ઊપડતી બસમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. કંડકટર અમરોલી જવા માટે પેસેન્જરને દરવાજા પાસે ઊભો રહીને બોલાવતો હતો, એ દરમિયાન આ યુવક પણ બસમાં ચડ્યો હતો. બસમાં ચઢ્યા બાદ તેણે દરવાજા પાસે કેમ ઊભો છે કહી કંડકટરનો કોલર પકડી લીધો હતો.

MLAનો પુત્ર હોવાનો રોફ જમાવ્યો : કંડક્ટરે કોલર પકડવાની ના પાડી તો રોષે યુવક ભરાયો, કંડક્ટરે જ્યારે તેને કોલર કેમ પકડે છે એ પ્રકારની વાત કરી, તો યુવકે પોતાની ઓળખ ધારાસભ્યના પુત્ર હોવાની આપી હતી. સાથે જ બેગ લઈને તે બસમાં ચડ્યો હતો એમાં લાખો રૂપિયા હોવાનું પણ જણાવ્યું હતું. યુવાને કંડક્ટરની સામે રોફ જમાવવા માટે બેગની ચેન ખોલી અંદરથી રૂપિયા 500ની નોટના બંડલ બતાવતા કહ્યું કે, તું મને શું ભિખારી સમજે છે. આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરતના કોર્પોરેટર પરેશ પટેલ (ETV Bharat Reporter)

જેનો ફોટો બતાવ્યો એ સુરતના નગરસેવક નીકળ્યા : યુવકે પોતે ધારાસભ્ય પરેશ સોજીત્રાનો પુત્ર હોવાનું કહ્યું અને પોતાના મોબાઈલમાં એક ફોટો પણ બતાવ્યો હતો. આ ફોટોમાં નરેન્દ્ર મોદી અને સુરતના કોર્પોરેટર પરેશ પટેલ હતા. વીડિયો અને મીડિયાના ફોન પરેશ પટેલ સુધી પહોંચતા એમણે તરત એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો છે. જેમાં પરેશ પટેલે જણાવ્યું કે, આ ઘટના સાથે મને કોઈ લેવા-દેવા નથી. મેં ફરિયાદ પણ કરી છે.

  1. હવસખોરે સગીરાને પીંખી પછી...કરી નિર્મમ હત્યા, ઉમરપાડા ચકચારી રેપ વિથ મર્ડર કેસ
  2. રાજ્ય ગૃહમંત્રીનો એક આદેશ અને ગણતરીની કલાકોમાં પોલીસે શોધી કાઢ્યું ગુમ બાળકને...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.