ETV Bharat / state

વાવ પેટા ચૂંટણીઃ ભાભરમાં ભાજપના દિગ્ગજોના ધામા, પાટીલે વ્યક્ત કર્યો હતો બેઠક ગુમાવાનો રંજ

વાવમાં પેટા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. ચૂંટણીમાં બેઠક અંકે કરવા દિગ્ગજો મેદાને ઉતર્યા છે. Vav by-election 2024, BHABHAR CR PATIL MEETING

વાવમાં પેટા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે
વાવમાં પેટા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

બનાસકાંઠાઃ બનાસકાંઠાની વાવ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ તે પહેલાથી જ અહીં રાજકીય ધમાસાણ તો ચાલી જ રહ્યું હતું, પરંતુ જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી અહીં રાજકીય પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. એક તરફ જ્યારે હાલમાં ભાજપ દ્વારા ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવવામાં આવી ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગુમાવેલી બેઠકો અંકે ના થઈ શકવાનો રંજ વ્યક્ત કર્યો હતો. ત્યાં હવે પોતાની જીતેલી બેઠકને ફરી જીતી લેવા માટે કોંગ્રેસને પણ ભારે મહેનત કરવી પડે તેમ છે. વાવ બેઠકનું રાજકારણ આ વખતે કેવી રીતે ખેલાય છે તેના પર સહુની નજર છે ત્યારે આજે ભાભર ખાતે પાટીલની બેઠક મળી હતી.

વાવમાં પેટા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે (ETV BHARAT GUJARAT)

ભાભર ખાતે સી.આર.પાટીલની બેઠક મળી

ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ભાભર ખાતે બુથ પ્રમુખ અને બુથ સંયોજકની બેઠક યોજવામાં આવી હતી. ક્રિષ્ના નર્સિંગ કોલેજ ખાતે મળેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપૂત, મંત્રી ભાનુબેન બાબરીયા, પ્રભારી અર્જુનસિંહ ચોહાણ, સહિત અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ જિલ્લાના સંગઠનના આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો સહિત સહકારી આગેવાનો સાથે પણ બેઠક કરી હતી અને વાવ વિધાનસભા બેઠકને જીતવા માટે બુથ લેવલ પર ભાજપ તરફી મતદાન કરાવવા માટે જણાવ્યું હતું.

આ બેઠક બાદ મીડિયા સાથેની વાતમાં ભાજપે જણાવ્યું કે, વાવ વિધાનસભાનું બાય ઇલેક્શન છે. ભારતીય જનતા પાર્ટીના બુથના પ્રમુખ, મહામંત્રી અને આગેવાનો સાથેની આ બેઠક ઉત્સાહ વર્ધક રહી છે. 2022 માં આ સીટ અમે ગુમાવી હતી પરંતુ 2024 ના બાય ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભવ્ય જીત હાંસલ કરશે અને ભારતીય જનતા પાર્ટીની જીત પાકી છે.

  1. વાવમાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન, પ્રચાર માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉતર્યા
  2. પાવાગઢમાં માતાજી દાગીનાની ચોરી બાદ મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય, આ દિવસથી મંદિરના દ્વાર બંધ થશે, પછી ક્યારે ખુલશે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.