ETV Bharat / state

વલસાડ નગરપાલિકા દ્વારા પાણી વેરામાં 52 ટકા વધારો, સ્થાનિક અગ્રણીઓની ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી - Increase in water tax

વલસાડ પાલિકાના વહીવટદારો દ્વારા અચાનક પાણી વેરામાં 52 ટકા જેટલો વધારો કરી દીધો હતો. જેનો સ્થાનિક અગ્રણીઓએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે અને જો કોઈ યોગ્ય કાર્યવાહી નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. Increase in water tax

વલસાડ નગરપાલિકા દ્વારા પાણી વેરામાં 52 ટકા વધારો
વલસાડ નગરપાલિકા દ્વારા પાણી વેરામાં 52 ટકા વધારો (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2024, 4:50 PM IST

વલસાડ: જિલ્લા નગર પાલિકાના વહીવટદાર દ્વારા વલસાડ પાલિકા વિસ્તારમાં પાણી વેરામાં વધારો કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પાણી વેરો જે અગાઉ રૂ. 660 હતો તે હવે રૂ. 1,000 કરવામાં આવ્યો છે. જેને પગલે લોકો ઉપર આર્થિક ભારણ પડશે. જે ધ્યાને આવતા વલસાડ નગર પાલિકાના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલરોએ નગરપાલિકાના વહીવટદારને આવેદન પત્ર પાઠવીને પાણી ઉપર વધારેલો 52% ના વેરો વધારાની જગ્યાએ 20% વેરો વધારવાની માંગ કરી છે. જો વેરો ઘટાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.

સ્થાનિક અગ્રણીઓએ આવેદન આપ્યું: રાજ્ય સરકારમાંથી મળેલી મંજૂરી મુજબ વલસાડ નગરપાલિકા દ્વારા તાજેતરમાં પાણી વેરામાં રુ. 660ની જગ્યાએ રુ. 1000નો વેરો વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વલસાડ શહેરના લોકો ઉપર પાણી વેરામાં 52% નો વધારો થતાં આર્થિક રીતે તકલીફ પડે તેમ છે. સ્થાનિક અગ્રણીઓએ વહીવટદાર આસ્થા સોલંકીને લેખિત આવેદન પત્ર પાઠવી પાણી વેરાનો વધારો પાછો ખેંચવા માંગ કરી છે.

વલસાડ નગરપાલિકા દ્વારા પાણી વેરામાં 52 ટકા વધારો (etv bharat gujarat)

3 વર્ષથી વેરા વધારાની પ્રપોઝલ: વલસાડ નગરપાલિકાએ પાણી વધારાનો 52% વધારાની જગ્યાએ 20% સુધી જ વેરો વધારવા માંગ કરી છે. જ્યારે નગરપાલિકાના વહીવટદાર આસ્થા સોલંકીએ અગ્રણીઓને છેલ્લા 3 વર્ષથી વેરા વધારા માટે પ્રપોઝલ મુકવામાં આવી હતી. જે અમલમાં ન આવતા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વેરાનો વધારો વરવામાં આવ્યો હોવાનું વલસાડ નગરપાલિકાના વહીવટદાર આસ્થા સોલંકીએ જણાવ્યું છે.

કોઈ યોગ્ય કારણ દર્શાવ્યું નથી: વલસાડ નગરપાલિકા દ્વારા વેરા વધારાના વિરોધમાં વાંધા અરજી મુકનારા લોકોએ કોઈ યોગ્ય કારણ દર્શાવ્યું ન હોવાથી વાંધા અરજીઓ માન્ય રાખવામાં આવી નથી હોવાનું પાલિકાના વહીવટદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જે બાદ જ પાણી વેરો વધારવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વેરા વધારાના વિરોધમાં 3,000 લોકોની અરજી: ગત તારીખ 23 ઓગસ્ટ 2024 ના રોજ ઠરાવ નંબર 81,82,83,થી પાણી ગટર વેરો નવા વાહન ખરીદી ઉપર વધારા બાબતે વાંધા સૂચનો મંગાવ્યા હતા. વલસાડ નગરપાલિકાના વેરા વધારાના વિરોધમાં 3,000 થી વધારે લોકોએ વાંધા અરજી રજૂ કરી હતી. તેમને સાંભળ્યા વિના ભાવ વધારો લાગુ કરવામાં આવતા સ્થાનિક લોકોનો વિરોધનો સુર ઉઠી રહ્યો છે. આગામી દિવસમાં સ્થાનિકો વેરા વધારાને લઈ કોઈ મોટું આંદોલન કરે તો નવાઈ નહીં.

આ પણ વાંચો:

  1. મૃત્યુ બાદ પણ મુશ્કેલી: ધોરાજીના સ્મશાનમાં જાળવણીનો આભાવ, પરિવારજનોને પડી રહી છે તકલીફો - crematorium in Bad condition
  2. ભૂખ્યા અને જરૂરિયાતમંદોને ભોજનની સેવા: છેલ્લા 15 વર્ષથી રાધે શ્યામજી રામરોટી સેવાનો અવિરત ભોજન યજ્ઞ - JUNAGADH RAM ROTI SEVA YAGNA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.