નવસારી : 23મી માર્ચે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના જંડા ચોક પાસે આવેલા શ્રી જલારામ જ્વેલર્સમાં એક મહિલાએ પોતાને ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખાવી, જ્વેલર્સમાં ઘુસીને વિવિધ દાગીના, સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેઈન, હાથની વીંટી અને વિવિધ દાગીનાની વસ્તુઓ જોઈ અને ખરીદી કરી. મૂલ્યવાન ઘરેણાં. 6,63,750 રૂપિયાની ચુકવણી ચેક દ્વારા કરવામાં આવી હતી.
જ્વેલર્સે પોલીસ ફરિયાદ નોંધાવી : પરંતુ જ્વેલર્સના મેનેજર અલ્પેશ પારેખે આ ચેક બેંકમાં જમા કરાવતા તે બાઉન્સ થયો હતો. જેના કારણે મેનેજરના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ છેતરાયા હતા, તેમણે તાત્કાલિક ઉચ્ચ અધિકારી તરીકે ખેરગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. મહિલા સામે આ વધુ એક લાખો રૂપિયાની ખરીદી સાથે છેતરપિંડીના કેસમાં વધારો થયો છે. આવી જ એક ઘટના નવસારી જિલ્લાના ખેરગામમાં પ્રકાશમાં આવી છે, જેમાં એક મહિલાએ જ્વેલર્સ મેનેજર સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જ્વેલર્સે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મોડસ ઓપરેન્ડી : આ ઠગ મહિલા દ.ગુજરાતના અલગ અલગ શહેરોમાં ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી જ્વેલર્સની દુકાનમાં જઈને લાખ્ખોના દાગીનાની ખરીદી કરી તેના બદલામાં ચેક આપતી હતી. આ ચેક જ્યારે જ્વેલર્સ સંચાલક બેંકમાં નાખતા બેલેન્સ ન હોવાથી તે બાઉન્સ થતાં જ્વેલર્સ સંચાલકની ઊંઘ ઊડી જતી હતી અને ઠગ મહિલાને ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો,. આ જ મોડસ ઓપરેન્ડીથી સુરત બાદ નવસારીમાં પણ ઠગાઈ કરતા ખેરગામ પોલીસ મથકે વાંસદા રહેતી આ મહિલા વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઇ છે.
હેતલબેન સંજયભાઈ પટેલ નામની મહિલા જે વલસાડમાં ડેપ્યુટી કલેકટર હોવાની મને ખોટી ઓળખ આપી 6.63,750 ના દાગીના લઈ જેની સામે મને ચેક પેમેન્ટ કર્યું હતું. પરંતુ એ ચેક બાઉન્સ હતા મેં તેમને તેમના નંબર ઉપર કોન્ટેક્ટ કર્યો હતો પણ પરંતુ ફોન સ્વીચ ઓફ આવતા મને ઠગાયા હોવાનું જાણ પડતા મેં તાત્કાલિક ખેરગામ પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાવી હતી. જેની હાલ ખેરગામ પોલીસ તપાસ કરી રહી છે..અલ્પેશ પારેખ (જ્વેલર્સ સંચાલક)
શું બની ઘટના : નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ઝંડા ચોક પાસે આવેલા શ્રી જલારામ જ્વેલર્સમાં 23 માર્ચના રોજ વલસાડ ડેપ્યુટી કલેકટરની ઓળખ આપી એક મહિલા જ્વેલર્સમાં પ્રવેશે છે. ઠગબાજ મહિલા અલગ અલગ દાગીના જોઈને અંતે 2,41,300 ની કિંમતનું 38.090 ગ્રામ વજન ધરાવતું સોનાનું મંગલસૂત્ર,1,44,700 ની કિંમતનું 20.650 ગ્રામ વજન ધરાવતી સોનાની ચેન,1,30,800 ની કિંમતની 18.670 ગ્રામ વજન ધરાવતી અન્ય એક સોનાની ચેન,40,950 ની કિંમતનું 5.740 ગ્રામ વજન ધરાવતું હાથનું લુઝ,92,500 ની કિંમતનું 13.180 ગ્રામ વજનનું અન્ય એક હાથમાં પહેરવાનું લુઝ મળીને અલગ અલગ દાગીના મળીને કુલ 6,63,750 કિંમતના દાગીનાની ખરીદી કરી બેલેન્સ વગરનો ચેક બાઉંન્સ થતા જ્વેલર્સ સંચાલક અલ્પેશ પારેખે તેણી સામે ખેરગામ પોલીસ મથકે છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ આપતા કેસ નોંધાયો છે.
ખેરગામ બજારમાં આવેલા ઝંડા ચોક પાસે જલારામ જ્વેલર્સ નામની દુકાનમાં હેતલબેન સંજયભાઈ પટેલ નામની મહિલાએ પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી જલારામ જ્વેલર્સ માંથી 6.63 લાખ 750 રૂપિયાના ઘરેણા ની ખરીદી કરી તેની સામે ચેક દ્વારા પેમેન્ટ કર્યું હતું. પરંતુ સંચાલક દ્વારા ચેક બેંકમાં નંખાતા તે ચેક બાઉન્સ થયો હતો જેથી સંચાલક દ્વારા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ ને આધારે મહિલાની તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આ મહિલા દ્વારા સુરત ખાતે આવા ગુનાઓ કરેલ હોવાનું જણાય છે. ભગીરથ ગોહિલ (ડીવાયએસપી, ચીખલી)
સુરતમાં પણ આવી ઠગાઇ કરતાં ધરપકડ થઇ છે : આવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી સુરતમાં પણ તેણીએ ઠગાઈ કરતા સુરત પોલીસે તેની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. ખેરગામ પોલીસ તપાસમાં તેની જાણ થતા પોલીસ હવે ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવીને આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરશે.