ETV Bharat / state

Rajkot News : ઉપલેટા એસ.ટી. ડેપો મેનેજર સહિત કુલ ત્રણને બેદરકારીના કારણ હેઠળ સસ્પેન્ડ કરાયા - ઉપલેટા એસટી ડેપો મેનેજર સસ્પેન્ડ

રાજકોટ જિલ્લાના ઉપલેટા એસટી ડેપો મેનેજર સહિત કુલ ત્રણને બેદરકારીના કારણ હેઠળ જુનાગઢ ડીસી ઓફિસ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમાં ઉપલેટા-અમદાવાદ રૂટની એસટી બસનું વીરપુર નજીક ટાયર નીકળી જવાના પ્રકરણમાં સસ્પેન્ડ કરાયા હોવાનું કારણ દર્શાવાયું છે.

Rajkot News : ઉપલેટા એસ.ટી. ડેપો મેનેજર સહિત કુલ ત્રણને બેદરકારીના કારણ હેઠળ સસ્પેન્ડ કરાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 19, 2024, 8:58 AM IST

અંદરખાને બદનામ કરવાની ચર્ચા

રાજકોટ: જુનાગઢ એસ.ટી. ડિવિઝલ હેઠળ આવેલ ઉપલેટા એસ.ટી. ડેપોની ઉપલેટા-અમદાવાદ રૂટની બસનું ગત દિવસે વીરપુર નજીક ટાયર નીકળી જવાના બનાવની અંદર જુનાગઢ એસ.ટી. ડિવિઝનના અધિકારી દ્વારા ઉપલેટાના એસ.ટી. ડેપો મેનેજર રાજેશ ઠુમ્મર સહિત કુલ ત્રણ વ્યક્તિઓને આ બાબતમાં તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ઉપલેટા ડેપોના એક સાથે ત્રણ જેટલા વ્યક્તિઓને સસ્પેન્ડ કરી દેવાની બાબતને લઈને ખળભળાટ મચી ગયો છે.

બસનું પાછળનુ એક ટાયર નીકળી ગયું : આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વીરપુર પાસેના પીઠડીયા ટોલ પ્લાઝા પાસે ઉપલેટા ડેપોની એસ.ટી. બસનું પાછળનુ એક ટાયર નીકળી ગયું હતું, જેમાં ચાલુ બસે પાછળના જોટામાંથી એક ટાયર નીકળી જતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા અને બૂમાબૂમ શરૂ થઈ ગયું હતી. ઉપલેટા-અમદાવાદ રૂટની એસ.ટી. બસ ઉપલેટાથી અમદાવાદ તરફ જતી હતી ત્યારે રસ્તામાં હાઈવે પર બસનું પાછલું ટાયર ચાલુ બસે અચાનક નીકળ્યું અને એસટી તંત્રના "સલામત સવારી એસ.ટી. અમારી" ના દાવાઓ પોકળ સાબિત થયા હતાં.

મુસાફરોના જીવ જોખમમાં મુકાયા : ઉપલેટા ડેપોની ઉપલેટા અમદાવાદ રૂટની બસનું પાછલા જોટાનું ટાયર અચાનક નીકળી જતા બસમાં બેઠેલા મુસાફરોએ વીડિયો સોસિયલ મીડિયા વાયરલ કર્યો હતો અને આક્ષેપો કર્યા હતા કે આ અગાઉ પણ ઉપલેટા ડેપોની બસનું પાછળનું ટાયર ટોલનાકાના પાસે નીકળી ગયું હતું. ત્રણ વખત ઉપલેટા ડેપોની એસ.ટી. બસના ટાયર નીકળી જવાના બનાવ બન્યા હતાં. ત્યારે ફરી એકવાર ટાયર નીકળી જતા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. બનાવ સમયે બસની ધીમી સ્પીડ અને ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે સદનસીબે કોઈ જાનહાનિ નહીં થઈ ન હતી અને બસમાં બેઠેલા મુસાફરોના જીવ બચ્યા હતા.

ઉપલેટા એસટી ડેપો મેનેજર સસ્પેન્ડ : આ અંગે જુનાગઢ એસ.ટી. ડિવિઝનના ડી.સી. મુકેશ રાવલ દ્વારા ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના અગાઉ પણ બનેલ હતી. ત્યારે વારંવાર આ પ્રકારની ઘટના બનતા અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં લેતા સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે વીરપુર પાસે બનેલા આ બનાવ બાદ જુનાગઢ વિભાગીય નિયામક એસ.ટી. ડિવિઝનના અધિકારી દ્વારા આ બાબતમાં ઉપલેટાના ડેપો મેનેજર રાજેશ ઠુમ્મર,આર્ટ.એ. મિકેનિક ધર્મેશ ગોંડલીયા અને હેલ્પર જેન્તીલાલ મહેમદાવાદીયા સહિત ત્રણને કરાયા સસ્પેન્ડ કરી દીધા હોવાનું સામે આવ્યું છે.

બદનામ કરવાનો કારસો હોવાની ચર્ચા : આ સમસ્ત બનાવની અંદરખાને વાત કઈક અલગ જ માલૂમ પડી રહી છે જેમાં આ અકસ્માતની સમગ્ર બાબત જાણી જોઈને અગાઉ પ્લાનિંગ કરીને બદનામ કરવા માટેની હોવાનું પણ સૂત્રો પાસેથી પ્રાપ્ત થયું છે. આ આંતરિક વાદવિવાદ તેમજ યુનિયનના વિવાદો હોવાથી ટાર્ગેટ બનાવીને બાબતને વિરોધીઓ દ્વારા બદનામ કરવા માટેનું કારસ્તાન આચર્યું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે. ત્યારે આ બાબતમાં ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ અને કાર્યવાહી થાય તો આ બાબતમાં કોણી બેદરકારી અને કોને આ જાણી જોઈને બદનામ કરવા માટે આચર્યું છે તે સામે આવી શકે છે. ત્યારે આ બનાવમાં હાલ તો મગનું નામ મરી પાડવા માટે સમગ્ર બાબત જાણી જોઈને બદનામ અને હેરાન કરવા માટે આચર્યું હોવાનું એસટી કર્મચારીઓમાં પણ ચર્ચાઇ રહ્યું છે.

  1. Rajkot Accident : આ વીડિયો તમને વિચલિત કરી શકે છે ! રાજકોટમાં પિતા-પુત્ર પર ટ્રકનું ટાયર ફરી વળ્યું
  2. ડાબોલિમ એરપોર્ટ પર નૌકાદળના MiG-29K એરક્રાફ્ટનું ટાયર ફાટ્યું, મુસાફરોની ફ્લાઈટ પ્રભાવિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.