રાજકોટ: આગામી દિવસોની અંદર વરસાદી વાતાવરણ શરૂ થવાનું છે. ત્યારે વરસાદી વાતાવરણમાં વરસાદ શરૂ થાય તે પહેલા તમામ મહાનગર અને શહેરોની અંદર પ્રિમોન્સૂનની કામગીરી થતી હોય છે. ત્યારે પ્રિમોન્સૂનની કામગીરી અંગે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પ્રિમોન્સૂનની કામગીરી અંગે કોઈપણ હલચલ ન દેખાતા મીડિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે બાદ ઉપલેટા શહેરના કોંગ્રેસ પ્રમુખ દ્વારા તંત્રને ટકોર કરવામાં આવી છે. અને પ્રિમોન્સૂનની યોગ્ય કાર્યવાહી કરવામાં તેવું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે. અને ભૂતકાળમાં પ્રિમોન્સૂનની કામગીરીમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા કામો અંગે અને તેમાં થયેલા ગોલમાલ અંગેના ગંભીર આક્ષેપો કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
નગરપાલિકાની બેદરકારીથી ભ્રષ્ટાચાર ચાલે છે: આ અંગે ઉપલેટા શહેરના કોંગ્રેસ કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉપલેટામાં જે પ્રિમોન્સૂનની કામગીરી થવી જોઈએ તે થઈ નથી. ભૂતકાળમાં પાલિકામાં જે ગ્રાન્ટ આવેલ હતી તેના ખોટા બિલ બનાવી ઉધારી લેવામાં આવ્યા હતા. આ ખોટી કામગીરી અંગે ફરિયાદો થયા બાદ ખોટા બિલ પાસ કરાવનાર પાસેથી પૈસા રિકવર કરીને લેવા પડ્યા હતા. આવી રીતે આ નગરપાલિકાની બેદરકારીથી ભ્રષ્ટાચાર ચાલે છે, ત્યારે આ વખતે નગરપાલિકાને જે ગ્રાન્ટ મળી છે તે ગ્રાન્ટનો તાત્કાલિક ઉપયોગ થવો જોઈએ. જે કામગીરી થાય એ પાયાની થાય અને ચોક્કસ થાય તેમજ ખોટા બિલ બનાવવામાં ન આવે તેનું પણ ખાસ ધ્યાન પાલિકાએ રાખવું જરૂરી છે. ઉપરાંત, પાલિકાની મિલકત એટલે કે નગરમાં જે પાણીનો ટાંકો આવેલ છે તે ટાંકો ભૂતકાળમાં જર્જરિત હતો, જેમને પાડી નાખતા લેખિત ફરિયાદો કરવામાં આવી હતી. ત્યારબાદ આ બાબતમાં પાલિકા દ્વારા ધ્યાન ન અપાતા આ જર્જરિત ટાંકો તૂટી પડ્યો છે જેનાથી સૌ કોઈ વાકેફ છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણી નિકાલની પૂરતી કામગીરીઓ નથી ત્યારે વરસાદની ખરાબ કૂંડીઓ રીપેર કરવામાં આવે અને તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.
ચીફ ઓફિસરને પ્રિમોન્સૂન કામગીરી અંગે કાંઈ ખ્યાલ નથી: ચોમાસાના આગમનની સાથે હવે ગમે ત્યારે વરસાદ પડી શકે છે, ત્યારે હાલ પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. આ વરસાદ પહેલા કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરીને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરી અંગેની વિગતો અને માહિતીઓ મેળવવા માટે ઉપલેટા નગરપાલિકા કચેરીના મુખ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ મુખ્ય અધિકારી એવા ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પોતે રજા ઉપર હોય અને તેમને આ કામગીરી અંગે કોઈ પણ ખ્યાલ ન હોય તેવો જવાબ મળ્યો હતો જેથી અહિયાં કામ કેવું ચાલે છે તેનો ચોક્કસ અંદાજ આવી જાય છે.
રૂબરૂ અધિકારી શમક્ષ મુલાકાત લીધી: આ અંગે થોડા દિવસ પહેલા જ જ્યારે ETV BHARAT દ્વારા વિગતો અને માહિતીઓ માટે અધિકારીની કચેરી ખાતે રૂબરૂ અધિકારી શમક્ષ મુલાકાત લેતા જવાબદાર અધિકારી પોતે રજા ઉપર હતા જેથી તેમને આ અંગે કાંઈ ખ્યાલ નથી એવો જવાબ આપ્યો હતો અને છટકવાનો પ્રયત્ન કર્યો હતો. આ જવાબ સાથે એવું પણ જણાવ્યું હતું કે, આ મામલે બે દિવસ બાદ તેઓ વિગત અને માહિતીઓ આપશે અને માહિતી જાહેર કરશે. અને જવાબ દેવાનું ટાળ્યું હતું. ત્યારે બે દિવસ બાદ પુનઃ રૂબરૂ કચેરી ખાતે અધિકારીનો સંપર્ક કરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા અધિકારી નીકળી ગયા હતા જેથી આ બાબતમાં અધિકારી કોઈપણ પ્રકારનો જવાબ કે માહિતી ન આપવા માંગતા હોય અને પોતાના જવાબ રજૂ કરવા ન માંગતા હોય તેમજ જવાબ આપવાની બાબતોમાં મીડિયાથી છટકી રહ્યા હોય અને ભાગી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.