ETV Bharat / state

આજે વિશ્વ જળ દિવસ, અમદાવાદની પોળોમાં પાણી સંગ્રહ કરનારા ભૂગર્ભ ટાંકા આજે પણ જોવા મળે છે - World Woter Day 2024 - WORLD WOTER DAY 2024

આજની સમયની ગંભીર સમસ્યાએ પાણીની સમસ્યા છે. પાણી વિના જીવન અસંભવ છે. આજના સમયમા ચોમાસાના પાણીનો સંગ્રહ એ અતિ જરૂરિયાત છે. આજે વિશ્વ જળ દિવસ નિમીત્તે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની પોળોમાં આજે પણ પાણી સંગ્રહ કરનારા ભૂગર્ભ પાણીના ટાંકા જોવા મળે છે.

Etv BharatWORLD WOTER DAY 2024
Etv BharatWORLD WOTER DAY 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 1:08 PM IST

અમદાવાદ: એક સમય એવો હતો જ્યારે કુવાઓ, તળાવો, નહેરો અને નદીઓ દરેક જગ્યાએ દેખાતા હતા, પરંતુ હવે આજે પાણીનું સ્તર ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે, જેના કારણે વિશ્વભરમાં જળ સંકટ ઉભુ થયું છે. લોકોમાં પાણીનું મહત્વ મહત્વ સમજાવવા માટે દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આજે આપણે વાત કરીશું વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજ્જો ધરાવતા અમદાવાદ શહેરની પોળોમાં આજે પણ પાણી સંગ્રહ કરનારા ભૂગર્ભ પાણીના ટાંકા જોવા મળે છે.

પોળોમાં પાણી માટે છે ખાસ વ્યવસ્થા: જયારે પણ અમદાવાદમાં પાણીની તકલીફ હોય ત્યારે, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ઘરમાં પાણીનાં ટાંકા બનાવવામાં આવતાં. જેમાં સંગ્રહ કરેલું પાણી, મુશ્કેલીના સમયમાં કામમાં લેવાતું હતુ. સંગ્રહ કરવામાં આવેલા આ પાણીના કારણે કોઈ વર્ષ વરસાદની દ્રષ્ટીએ નબળુ પણ જાય તો પણ શહેરની પોળોમાં રહેતા પરિવારોને પીવાના પાણીની સમસ્યા ખાસ રહેતી ના હતી. જેનો તે ઉપયોગ કરી શકે છે. આજે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પોળોમાં પાણીના ભૂગર્ભ ટાંકા બચવા પામ્યા છે. તો આજે પણ આ ટાંકાને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો આ વ્યવસ્થાને બચાવી શકાય છે.

પોળોના ઘરોની એક વિશેષતા: 19મી સદીની શરુઆતમાં જ રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ દ્વારા પાણી અને ગટરની લાઈન લોકોના ઘર સુધી પહોંચે એ માટેની કામગીરી શરુ કરાવી હતી. પરંતુ આ કામગીરી ઉપરાંત અમદાવાદની પોળોના ઘરોની એક વિશેષતા એવી હતી કે,લોકો તેમના ઘરની અંદર પાણી સંગ્રહ કરવા માટેના ભૂગર્ભ ટાંકા પણ રાખતા હતા.

કેવા હોય છે આ પાણીના ટાંકા?: શહેરની પોળોના ઘરોની અંદર આવેલાં આ પાણી સંગ્રહ કરવાના ભૂગર્ભ પાણીનાં ટાંકા 2 ફૂટ જેટલા પહોળા હોય છે. મોટાભાગની પોળોની અંદર આવેલાં ઘરોમાં પ્રવેશતા જ એક વિશાળ ચોક આવેલો હોય છે. આ ચોક આવેલો હોય છે. આ ચોકમાં પાણી સંગ્રહ કરવા પાણીનો ભૂગર્ભ ટાંકો રાખવામાં આવતો હતો. મકાનની અગાસી ઉપર પડતું પાણી, માળિયા પર નાળ કે પાઈપથી એક્ત્ર કરીને એક ટાંકીમાં લાવવામાં આવે છે. પહેલા વરસાદનું પાણી થોડું બહાર જવા દીધા પછી જ્યારે બધું પાણી સ્વચ્છ અને ચોખ્ખુ થાય પછી તેને ટાંકામાં ઉતારવામાં આવે છે અને તેનો લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે.

  1. પનીર બાદ સુરત શહેરમાં ભેળસેળયુક્ત ઘીનો ગોરખધંધો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ - adulterated ghee racket

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.