રાજકોટ: ધોરાજી શહેરમાં આવેલી ધોરાજી સરકારી હોસ્પિટલમાં ગુજરાતની અંદર સર્વપ્રથમ વખત ફાયરને લગતી સેવાઓ અને સુવિધાઓ મેળવનાર પ્રથમ સરકારી હોસ્પિટલ બન્યું હતું. આ સુવિધાઓ અને સંસાધનો વસાવ્યા બાદ સમયાંતરે તેમનું નિયમ અનુસાર થતું કાર્ય અને રિન્યુઅલ માટેની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સમય અંતરે થતી કામગીરી અને પૂરતા સંસાધનો હોવા છતાં પણ ધોરાજી નગરપાલિકા દ્વારા ધોરાજીની આ સરકારી હોસ્પિટલને ફાયર NOC અંગેની નોટિસ આપતા તંત્રની બેદરકારી અંગેની ચર્ચાઓ શરૂ થઈ છે. આ મામલાની અંદર તંત્ર દ્વારા ક્યા આધાર પર નોટિસ આપવામાં આવી છે, તેને લઈને અધિકારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
હોસ્પિટલમાં ફાયર સેફટી હોવા છતાં નોટિસ: રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ ઉચ્ચ કક્ષાએથી આપવામાં આવેલી સૂચનો અને માર્ગદર્શન હેઠળ સુરક્ષાને ધ્યાને લઇ ફાયર NOC તેમજ સુરક્ષાને ધ્યાને લઇ જાહેર જગ્યાઓ અને કચેરીઓ તેમજ પબ્લિક સેક્ટરમાં ફાયરને લગતી સુવિધાઓ અને સંસાધનો ન હોય તે જગ્યાઓને નોટિસ આપી તેમજ સુવિધાઓ તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા માટેની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલી ધોરાજીની સરકારી હોસ્પિટલમાં વર્તમાન સમયની અંદર તમામ ફાયરની સેવાઓ અને સંસાધનો ઉપલબ્ધ છે, છતાં ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવતા તંત્રની બેદરકારી અને આળસનું પરિણામ દેખાઈ રહ્યું છે. જેને લઈને હોસ્પિટલના અધિક્ષક પણ અચરજ પામ્યા છે.
પ્રથમ વખત ફાયરને લગતા સંસાધનો ધરાવતું હોસ્પિટલ: ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વસેટીયન જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ધોરાજીની સરકારી હોસ્પિટલ એકમાત્ર એવી પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે કે, જેમની પાસે ગુજરાતમાં સર્વ પ્રથમ વખત ફાયરને લગતા સંસાધનો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંયા સમયાંતરે આ ફાયરના સંસાધનો અને સુવિધાઓનું રીન્યુઅલ પણ કરાવવામાં આવી રહ્યું છે અને વર્તમાન સમયની અંદર પણ તમામ સંસાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ અહીંયા નિયમ અનુસાર તમામ કામગીરીઓ પણ કરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રકારની કામગીરીઓ અને સુવિધાઓ હોવા છતાં પણ ધોરાજી નગરપાલિકા દ્વારા ફાયરને લગતી નોટિસ આપવામાં આવી છે, જેમાં તંત્ર અને તેમના કોઈપણ વ્યક્તિઓ ચકાસવા કે તપાસવા પણ નથી આવ્યા.
તંત્રની ચકાસ્યા વગરની કામગીરી: રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં અંધાધુન કામ, નિયમ અને સૂચનો તેમજ હુકમોનું પાલન ન થતું હોય તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ ચકાસણી કે તપાસણી વગર રેકોર્ડ પર ખોટી કામગીરીઓ બતાવતા હોવાનો એક ચોખ્ખો પુરાવો સામે આવ્યો છે. અહીંયા ધોરાજી નગરપાલિકા કચેરી દ્વારા જેમની પાસે ફાયરની તમામ સુવિધાઓ અને સંસાધનો છે તેવી ધોરાજી સરકારી હોસ્પિટલને કોઈપણ જાણ્યા જોયા કે ચકાસ્યા વગર ફાયરને લગતી નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસથી સમગ્ર પંથકની અંદર ખળભળાટ અને તંત્રની આવડત વગરની કામગીરી અને ચકાસ્યા વગરની કરવામાં આવેલી કાર્યવાહીની ટીકા કરવામાં આવી રહી છે. આ મામલાની અંદર સિવિલ તંત્રના અધિક્ષક દ્વારા લાગતા વળગતા અધિકારીઓને જાણ કરવામાં આવી છે. અને આગામી દિવસોની અંદર તેમને લઈને જરૂર પડે તો આગળની પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.