ETV Bharat / state

ઉમરપાડાની આદર્શ નિવાસી શાળામાં ભોજન બાદ 45થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ, પોલીસે નોંધી FIR

ઉમરપાડા તાલુકાના ઉમરગોટમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓએ મધ્યાયન ભોજન આરોગ્યા બાદ અભ્યાસ કરતા 45થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ થતા વહિવટી તંત્ર દોડતુ થયું હતું.

સરકારી રેફરલ હોસ્પિટલ
સરકારી રેફરલ હોસ્પિટલ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2024, 5:07 PM IST

સુરત: ઉમરપાડાના ઉમરગોટ ગામે આવેલી આદર્શ નિવાસી શાળામાં ગઈ કાલે રસોઈ આરોગ્યા બાદ 45 થી વધુ વિદ્યાર્થીઓને ઝાડા ઉલ્ટી થઈ હતી. જે બાદ આરોગ્ય સહિત વહિવટી તંત્ર દોડતુ થયું હતું. શાળામાં અભ્યાસ કરતા 16 બાળકોની તબિયત વધુ લથડતા તપાસ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાંત અને મામલતદાર પણ બનાવનાં સ્થળે દોડી ગયા હતા.

શું છે સમગ્ર ઘટના: પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામે આવેલી આદર્શ નિવાસી શાળામાં 250 થી 300 જેટલા બાળકો 8 થી 12 ધોરણમાં અભ્યાસ કરે છે. નિવાસી શાળામાં રહી અભ્યાસ કરતા ઉપરોક્ત બાળકોને મોડી સાંજે નાસ્તામાં ચવાણુ બાદ દાળ, ભાત અને શાક આપવામાં આવ્યા હતા. જોકે બીજા દિવસે એટલે કે 16 તારીખના બુધવારના સવારે શાળા શરૂ થતા જ 45 જેટલા બાળકો ફૂડ પોઇઝનિંગની ઝપેટમાં આવી ગયા હતા.

આદર્શ નિવાસી શાળામાં ભોજન બાદ 45થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ (ETV Bharat Gujarat)

તમામને ઝાડા ઉલ્ટી થતા આદર્શ નિવાસી શાળા સત્તાધિશો ગભરાઇ ગયા હતા. આકસ્મિક આવી પડેલી ગંભીર સ્થિતીને પગલે ઉમરપાડા તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરવામાં આવી હતી. જે બાદ આરોગ્ય વિભાગની બે ટીમ બનાવી ઘટના સ્થળે દોડી જઈ બાળકોની જરૂરી સારવારમાં જોડાયા હતા. જ્યારે 16 જેટલા બાળકોની તબિયત લથડતા તેમને વધુ તપાસ અર્થે ઉમરપાડામાં આવેલી સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આદર્શ નિવાસી શાળા
આદર્શ નિવાસી શાળા (ETV Bharat Gujarat)

ઉમરપાડા પોલીસે ફરિયાદ દાખલ કરી: સમગ્ર ગંભીર ઘટનાની જાણ થતા પ્રાંત અધિકારી જાદવ તેમજ મામલતદાર બનાવના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ગંભીર મામલે જરૂરી વ્યવસ્થાઓના આદેશો કર્યા હતા. જોકે ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટનાના નિર્માણ માટે વહિવટી તંત્ર દ્વારા બાળકોને આપવામાં આવેલા નાસ્તાના ખોરાકના સેમ્પલ્સ લઇ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને તપાસ અર્થે નમૂનાઓ મોકલવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા નિવાસી શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ ઘટનાના પગલે સારવાર કેન્દ્ર પર દોડી આવ્યા હતા. અને જરૂરી તપાસ થાય તેવી માંગ કરી હતી. હાલ આરોગ્યની ટીમ સમગ્ર ઘટના ઉપર ચાંપતી નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સમગ્ર ઘટના મામલે ઉમરપાડા પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે.

આદર્શ નિવાસી શાળા ભોજનાલય
આદર્શ નિવાસી શાળા ભોજનાલય (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. સુરત ગેંગરેપ કેસમાં પોલીસને મળી મોટી કડી, આરોપીએ શું કબૂલાત કરી જુઓ
  2. સુરતમાં મોબાઈલના ચક્કરમાં ચાલુ ટ્રેને કૂદી પડ્યો યુવક, જુઓ વાયરલ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.