પાટણ: બાદરપુરા ગામે સાંજ સમયે ફૂંકાયેલા મીની વાવાઝોડાને કારણે વૃક્ષો જમીનદોસ્ત બન્યા હતા તેમજ વીજપોલ ભાંગી જતા જીવતા વીજ વાયર તૂટીને નીચે પડ્યા હતા, જીવતા વીજવાયર રહેણાંક વિસ્તારમાં તૂટીને પડતા લોકો વીજકરંટના ભયમાં મુકાયા હતા અને તાત્કાલિક વીજપ્રવાહ બંદ કરાવવા સરપંચને રજુઆત કરી હતી, સરપંચ દ્વારા કોઈ દુર્ઘટના ના સર્જાય તે હેતુ થી તાત્કાલિક રાધનપુર UGVCLના કર્મીનો ટેલિફોનિક સંપર્ક કરી વીજપ્રવાહ બંધ કરવા જાણ કરી હતું, પરંતુ અહીંયા રાધનપુર UGVCLના કર્મીઓની ગંભીર બેદરકારી સામે આવે હતી જેમાં સરપંચ ની ટેલિફોનિક વાતચીતમાં રાધનપુર GEBના હેલ્પર વીજપ્રવાહ બંધ કરવાની જગ્યા એ કહી રહ્યા છે કે,
''મારી ડ્યુટી ઓફ થઈ ગઈ છે, નાઈટ સ્વીફ્ટમાં આવશે તે હેલ્પર વીજપ્રવાહ બંધ કરશે, હું ના કરી શકું તેવું કહ્યું હતું તો સામે સરપંચ દ્વારા આજીજી કરવામાં આવી કે માત્ર વીજ પ્રવાહ તાત્કાલિક બંદ કરવો બીજું કઈ નહીં, તમે ગામના હેલ્પર છો એટલે તમને કહ્યું છે, તમે ઓફ ડ્યુટીમાં છો પણ ફોન કરી અન્ય કર્મીને જાણ કરી વીજપ્રવાહ તાતકાલિક બંધ કરાવો નહીં તો કોઈ દુર્ઘટના સર્જાશે''-રાધનપુર GEBના હેલ્પર
આમ છતાં રાધનપુર UGVCLના કર્મીઓ કલાકો સુધી વીજપુરવઠો બંધ ના કર્યો અને એકબીજા પર ખો આપી સરપંચને ગલ્લા તલ્લાજ આપ્યા અને આખરે બે કલાક બાદ વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.
બાદરપુરા ગામે જીવતો વીજવાયર તૂટીને નીચે પડેલ હતો ત્યારે વરસાદને કારણે જમીન પણ ભેજવાળી હતી, આ દરમિયાન કોઈ પશુ કે માનવને વીજકરંટ લાગી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોણે સ્વીકારી હોત ? રાધનપુર UGVCL કર્મીઓની બેદરકારીને કારણે બાદરપુરા ગામમાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને જવાબદારી અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે.
ચોમાસું હજુ શરૂ થયું છે અને શરૂઆતમાં જ રાધનપુર UGVCL કર્મીઓની ગંભીર લાલિયાવાડી સામી આવી રહી છે, ત્યારે બાદરપુરા ગામે હજુ તો માત્ર એક વીજપોલ ધરાશાયી થયો છે, પરંતુ હજુ પણ એવા કેટલા વીજપોલ અને વીજવાયર છે જે ઘટાદાર વૃક્ષોમાં દેખાતા પણ નથી અને વરસાદ આવે તો વીજકરંટની ઘટના બને તે પ્રમાણે વીજવાયર વૃક્ષોને વિટાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે સત્વરે વીજલાઈન ને અડતા વૃક્ષોનું કટીંગ કરી પાણી પહેલા પાળ બાંધવાની જરૂર જણાય છે.
બાદરપુરા ગામે વીજપોલ પડવાની ઘટના બાબતે રાધનપુર UGVCL માં ડેપ્યુટી ઈજનેર તરીકે ફરજ બજાવતા સૌરભભાઈ પટેલનો ટેલિફોનની સંપર્ક કરવાનો પ્રયાસ કરો પરંતુ અધિકારી એ એક પણ ફોન રિસિવ ના કર્યો ત્યારે સવાલ એ પણ થાય છે કે યોગ્ય સમયે જો મુખ્ય અધિકારી જ ફોન ના ઉપાડે તો કોને કરવી રજૂઆત કોને કરવી ફરિયાદ ?