ETV Bharat / state

બે સિંહોની દરિયા કિનારે લટાર, નલિયા-માંડવી બીચનો વીડિયો વાયરલ - TWO LIONS VIDEO

દીવ નજીકના નલિયા-માંડવી બીચ પર બે સિંહો લટાર મારતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

બે સિંહોની દરિયા કિનારે લટાર
બે સિંહોની દરિયા કિનારે લટાર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2025, 4:05 PM IST

દીવ: નલિયા-માંડવી બીચ પર બીચ મહોઉત્સવ પૂરો થયા બાદ બે સિંહ દરિયા કિનારે લટર મારતા હોય તે પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, અહીં પ્રવાસન ગતિવિધિને આકર્ષિત કરી શકાય તે માટે બીચ ઉત્સવનું આયોજન કરવામા આવ્યું હતું, જે પૂર્ણ થતા જ બે સિંહ દરિયાઈ વિસ્તારમાં લટાર મારતા હોય તે પ્રકારે મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બીચ પર બે સિંહની લટાર

દીવ નજીક નલિયા માંડવી બીચ પર પ્રવાસન ગતિવિધિને આકર્ષિત કરી શકાય તે માટે ત્રણ દિવસના બીચ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બીચ ઉત્સવ પૂર્ણ થયા બાદ બે સિંહ આ જ વિસ્તારમાં દરિયા પટ્ટી પર લટાર મારતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, દરિયા કિનારે બેફિકર થઈને લટાર મારી રહેલી આ બે સિંહને કોઈ પ્રવાસીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધા, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

બે સિંહોની દરિયા કિનારે લટાર (Etv Bharat Gujarat)

વીડિયોમાં દેખાતા બંને સિંહ નર હોવાની પણ પૂરી શક્યતા છે, આ વિસ્તારમાં સિંહની સામાન્ય ઉપસ્થિતિ જોવા મળે છે, જેના કારણે આ વિસ્તારમાંથી સિંહો અવાર-નવાર પસાર પણ થતા હોય છે, ત્યારે દરિયાઈ પટ્ટી પર જોવા મળેલા આ બે સિંહોની જોડી હાલ તો પ્રવાસીઓમાં એક નવું કુતુહલ પણ જન્માવી રહી છે.

નલિયા માંડવી પ્રવાસન બીચ

નલિયા માંડવીને પ્રવાસન બીચ તરીકે વિકસાવવા રાજ્યની સરકાર અને પર્યટન વિભાગ આગળ વધી રહ્યું છે, આવા સમયે બીચ પર બે સિંહની લટાર ન માત્ર બીચ પર્યટન પરંતુ ઈકો ટુરીઝમને લઈને જે પ્રવાસીઓ ખૂબ જ ઉત્સુક જોવા મળે છે, તેના માટે પણ આ દ્રશ્યો ઉત્સાહ જનક હોઈ શકે છે વોટર સ્પોટર્સ પ્રવાસન ગતિવિધિમાં પ્રવાસીઓને વિકલ્પ મળી રહે સાથે સાથે જો આ જ પ્રકારે વન્યજીવ એટલે કે સિંહો પણ મુક્ત મને જોવા મળે તો પ્રવાસન ગતિવિધિને એક નવો આયામ આપી શકાય તેવી પણ શક્યતાઓ ઊભી થઈ છે.

મહત્વપૂર્ણ છે કે, જૂનાગઢ, સાસણ ગીર અને ઉના-દીવ સહિતનો પંથક સિંહોનું આશ્રય સ્થાન ગણાય છે, આ પંથકમાંથી ઘણી વખત જંગલ વિસ્તાર છોડીને મુક્ત વિહરતા સિંહોના વીડિયો અવાર-નવાર વાયરલ થતા રહે છે. ત્યારે અહેમદપુર-માંડવી બીચ પર લટાર મારતા બે સિંહો મોબાઈલના કેમેરામાં કેદ થયા છે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે પરંતુ ઈટીવી ભારત આ વીડિયોનું પુષ્ટી કરતું નથી.

  1. છેલ્લા 15 દિવસમાં આ સાતમી ઘટના, ફરી ગામમાં લટાર મારતા જોવા મળ્યો સિંહ પરિવાર
  2. VIDEO: ચાલુ શાળામાં સિંહણ ઘુસી ગઈ, મારણ કર્યું, શિક્ષકો-વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પૂરાઈ ગયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.