ETV Bharat / state

રાજકોટમાં 10મીએ રાજકોટથી હર ઘર તિરંગાયાત્રા અંગે મનપા કમિશ્નર પત્રકાર પરિષદ યોજી - Triranga Yatra - TRIRANGA YATRA

રાજકોટ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 'તિરંગાની આન, બાન અને શાન' થીમ સાથે હર ઘર તિરંગાયાત્રા પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવનાર છે. જાણો વિગતે...

તિરંગાયાત્રાની તૈયારીઓ
તિરંગાયાત્રાની તૈયારીઓ (Etv Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 8, 2024, 10:03 PM IST

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગાયાત્રા યોજવામાં આવનાર છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.10 ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી 'તિરંગાની આન, બાન અને શાન' થીમ સાથે હર ઘર તિરંગાયાત્રા પ્રારંભ કરાવશે. જે અંગે મનપા ના કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવમાં આવી.

આ દિવસોમાં ત્રિરંગા યાત્રા થશેઃ 15મી ઓગષ્ટ પર્વ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગાયાત્રામાં દેશવાસીઓ દેશભક્તિના રંગે રંગાશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે તે અંગે મનપાના કમિશ્નર દેવાંગ દેસાઈ સરદાર સ્ટેચ્યુ જ્યાંથી યાત્રા શરુ થવાની છે તે સ્થળે ચાલતી ત્યારીઓની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર આગામી તા.10 ઓગસ્ટથી તા.14 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાશે. જેથી લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે માહોલ બનાવવા આયોજન કરવું, જુદી જુદી કચેરીઓએ ટેબ્લોનું નિદર્શન કરવું, ગ્રામ્ય, તાલુકા તથા શહેરી વિસ્તારમાં વોર્ડ મુજબ ટીમવર્ક સાથે કામગીરી કરી વધુને વધુ લોકો આ પર્વમાં જોડાઈ તે માટે કાર્યરત રહેવા અધિકારીઓને સૂચના આપી હતી.

લોકોને તિરંગો લહેરાવા અપીલઃ સાથે તેમણે 'હર ઘર તિરંગા' યાત્રા અંતર્ગત લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવે, જીઆઇડીસી વિસ્તાર, સહકારી મંડળીઓ, તમામ દુકાન ધારકો, વેપારીઓ, સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટી, વિવિધ સંસ્થાઓ સહિત સમગ્ર જિલ્લાવાસીઓ હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈને પોતાના ઘર તેમજ કામના સ્થળે તિરંગો લહેરાવે તેવી અપીલ પણ પણ કરી હતી.

  1. પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કાર્યવાહી : 241 વિદ્યાર્થીઓને સજા - Cheating in exams
  2. વ્યાજખોરો સામે સુરત પોલીસની લાલઆંખઃ એક સાથે 5ની સામે પાસા હેઠળ કાર્યવાહી - Surat Police

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.