ગાંધીનગર : ગુજરાતમાં IAS અને IPS અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. જેમાં 18 IAS અને 8 IPS ની ટ્રાન્સફર અને નિમણૂકો કરાઈ છે. મનોજકુમાર દાસને ફરીથી મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક અપાય છે. જ્યારે જયંતિ રવિ ફરીથી ગુજરાત પરત ફર્યા છે.
18 IAS અધિકારીઓની બદલી : રાજ્યમાં સરકારે મોટા પાયે IAS અને IPS અધિકારીઓની બદલી કરી છે. રાજ્ય સરકાર દ્વારા સુનયના તોમર, પંકજ જોશી, મનોજકુમાર દાસ, જયંતિ રવિ, સ્વરૂપ.પી, અંજુ શર્મા, એસ.જે. હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા, ડોક્ટર ટી. નટરાજન, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે. કે. નિરાલા, રાજેશ મંજુ, એસ.કે. શર્મા, મમતા વર્મા, મુકેશકુમાર, મુરલી ક્રિષ્નન, વિનોદ રાવ, અનુપ આનંદ, રાજેશ મંજુ, રાકેશ શંકર, કે. કે. નિરાલા, એ.એમ. શર્માની બદલીના આદેશ થયા છે.
જયંતિ રવિની ગુજરાત વાપસી : જયંતિ રવિની ગુજરાત રેવન્યુ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે વાપસી થઈ છે. જયંતિ રવિનું ડેપ્યુટેશન પૂરું થઈ જતા તેઓ પુંડુચેરીથી ગુજરાત પરત ફર્યા છે. તાજેતરમાં ગુજરાતના નિવૃત્ત આઇએએસ અધિકારી કે. કૈલાશનાથનને પુડુચેરીના LG બનાવવામાં આવ્યા છે. સુનૈના તોમારને સામાજિક કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ પદેથી બદલી કરીને ઉચ્ચતર શિક્ષણ મંત્રાલયના અધિક મુખ્ય સચિવ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમની પાસે સામાજિક કલ્યાણનો વધારાનો હવાલો પણ રહેશે.
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પદે બદલી કરાઈ છે. તેમને ગૃહ વિભાગનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. જયંતિ રવિને વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાયા છે. શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માની કૃષિ વિભાગમાં બદલી કરાવી છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરની ઉર્જા વિભાગમાં બદલી કરવામાં આવી છે.
નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જગદીશ પ્રસાદ ગુપ્તાની આદિવાસી કલ્યાણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. નાણાં વિભાગના મુખ્ય સચિવ ટી. નટરાજની બદલી કરાઈ છે. તે નટરાજ જવાબદારી સંભાળે ત્યાં સુધી નાણાં વિભાગની વધારાની જવાબદારી રાજીવ ટોપનો પાસે રહેશે. ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્માની બદલી ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં કરવામાં આવી છે. ઉચ્ચતર અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ મુકેશ કુમારની બદલી પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં થઈ છે. રાજીવ ટોપનાની સ્ટેટ ટેક્સ વિભાગના ચીફ કમિશનર કરાય છે.
ઉપરાંત એમ. મુરલીક્રિષ્નની બદલી આદિજાતિ વિકાસમાંથી સ્ટેટ ઇલેક્શન કમિશનરના ઓએસડી તરીકે કરાઈ છે. વિનોદ રાવની બદલી પ્રાથમિક શિક્ષણ વિભાગમાંથી શ્રમ અને રોજગાર વિભાગમાં કરાય છે. અનુપમ આનંદની બદલી લેબર કમિશનર પદેથી ટ્રાન્સપોર્ટ કમિશનર તથા જીએસઆરટીસીના એમડી તરીકે કરાઈ છે. રાજેશ માંજોની બદલી રાજ્યપાલના અગ્ર સચિવ પદેથી મહેસૂલ નિરીક્ષણ કમિશનર તરીકે કરાય છે. જીએડીના સચિવ રાકેશ શંકરની બદલી મહિલા અને બાળ કલ્યાણના કમિશનર તરીકે કરાઈ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર કે.કે. નિરાલાની બદલી નાણા વિભાગમાં ખર્ચ શાખાના સચિવ તરીકે કરાય છે. જીએસઆરટીસીના વાઇસ ચેરમેન એ.એસ. શર્માની બદલી રાજ્યપાલના અગ્ર સચિવ તરીકે કરવામાં આવી છે. જેપી ગુપ્તાની બદલી નાણા વિભાગમાંથી ટ્રાયબલ ડેવલપમેન્ટ વિભાગના એસીએસ તરીકે કરવામાં આવી છે.
8 IPS અધિકારીઓની બદલી : સાથે જ રાજ્ય સરકાર દ્વારા 8 IPS અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદર, બીસખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર અગ્રવાલ, નિધિ ઠાકુર, કુરુ કોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે.