ETV Bharat / state

જૂનાગઢ: દિવાળીમાં આસોપાલવ નહીં આંબાના પાનમાંથી બનેલા તોરણ બાંધવાની પરંપરા, શું છે આ પાછળનું કારણ? - TORAN MADE OF MANGO LEAVES

દિવાળીના 5 દિવસો દરમિયાન પ્રત્યેક ઘરમાં તોરણ બાંધવાની એક વિશેષ પરંપરા સતયુગથી ચાલતી આવે છે. ત્યારે આસોપાલવ કરતા આંબાના પર્ણના તોરણ હકારાત્મક ઊર્જા આપે છે.

દિવાળીમાં આસોપાલવ કરતા વધારે હકારાત્મક ઉર્જા આપે છે, આંબાના પર્ણોમાંથી બનેલા તોરણ
દિવાળીમાં આસોપાલવ કરતા વધારે હકારાત્મક ઉર્જા આપે છે, આંબાના પર્ણોમાંથી બનેલા તોરણ (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2024, 6:02 PM IST

જૂનાગઢ: દિવાળીનું પર્વ જોર શોરથી ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે દિવાળીના 5 દિવસો દરમિયાન પ્રત્યેક ઘરમાં તોરણ બાંધવાની એક વિશેષ પરંપરા સતયુગથી ચાલતી આવે છે. આધુનિક યુગમાં આસોપાલવમાંથી બનેલા તોરણો બાંધવાની એક પરંપરા જોવા મળે છે, પરંતુ સતયુગમાં અને તોરણની પરંપરાને લઈને આસોપાલવ કરતા પણ આંબાના પર્ણમાંથી બનેલા તોરણ હકારાત્મક ઊર્જાની સાથે વાતાવરણમાં ધાર્મિકતાનું સંચાર કરતા હોવાને કારણે આંબાના પર્ણોના તોરણનું વિશેષ મહત્વ પણ છે.

આંબાના પર્ણોમાંથી બનેલા તોરણ: દિવાળીના 5 દિવસો દરમિયાન પ્રત્યેક ઘર અને વ્યાપારિક અને વ્યવસાયિક સંકુલોમાં આંબાના તોરણ બાંધવાની એક વિશેષ પરંપરા સનાતન ધર્મમાં સતયુગના સમયથી ચાલતી આવતી હોવાની માન્યતા છે. 5 દિવસ સુધી પ્રત્યેક ઘરના ઉંબરા પર દરરોજ આસોપાલવના પાનમાંથી બનાવવામાં આવેલું તોરણ બાંધવાની એક પરંપરા આધુનિક યુગમાં આગળ વધી રહી છે. પરંતુ સતયુગમાં દિવાળીના દિવસો દરમિયાન આંબાના પાનમાંથી બનાવવામાં આવેલા તોરણને વિશેષ મહત્વનું માનવામાં આવતું હતું.

દિવાળીમાં આસોપાલવ કરતા વધારે હકારાત્મક ઉર્જા આપે છે, આંબાના પર્ણોમાંથી બનેલા તોરણ (Etv Bharat gujarat)

હકારાત્મક ઊર્જાનું પ્રતીક આંબાનું પર્ણ: સનાતન ધર્મ સંસ્કૃતિમાં આંબાના પર્ણને હકારાત્મક ઊર્જાની સાથે વાતાવરણને શુદ્ધ અને સ્વચ્છ બનાવતું હોવાની પણ એક પરંપરા સતયુગમાં જોવા મળતી હતી. તે પરંપરા આજે પણ જોવા મળે છે. દિવાળીના આ દિવસો દરમિયાન ધર્મસ્થાનો મંદિરો અખાડાઓ અને હવેલીમાં આજે પણ આંબાના પર્ણોમાંથી બનાવવામાં આવેલા તોરણ જ બાંધવામાં આવે છે.

દિવાળીમાં આસોપાલવ કરતા વધારે હકારાત્મક ઉર્જા આપે છે, આંબાના પર્ણોમાંથી બનેલા તોરણ
દિવાળીમાં આસોપાલવ કરતા વધારે હકારાત્મક ઉર્જા આપે છે, આંબાના પર્ણોમાંથી બનેલા તોરણ (Etv Bharat gujarat)
દિવાળીમાં આસોપાલવ કરતા વધારે હકારાત્મક ઉર્જા આપે છે, આંબાના પર્ણોમાંથી બનેલા તોરણ
દિવાળીમાં આસોપાલવ કરતા વધારે હકારાત્મક ઉર્જા આપે છે, આંબાના પર્ણોમાંથી બનેલા તોરણ (Etv Bharat gujarat)

આસોપાલવ તોરણનું ચલણ વધી રહ્યું છે: આસોપાલવનું તોરણ ધર્મકાર્ય કરતી વખતે કળશ અને અન્ય પૂજા વિધિમાં વાપરવામાં આવતા હોય છે. પરંતુ આજે આંબાના પર્ણો પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાને કારણે પણ આસોપાલવના તોરણનું ચલણ દિવસે દિવસે વધી રહ્યું છે અને આજે ધર્મસ્થાનોને બાદ કરતા અને જેના ઘરમાં આંબાનો વૃક્ષ છે. તેવા પરિવારો આંબાનું તોરણ દિવાળીના 5 દિવસો દરમિયાન બાંધે છે. પરંતુ તે સિવાયના અન્ય લોકો આસોપાલવના પર્ણોમાંથી બનેલા તોરણને બાંધીને દિવાળીનું પર્વ ઉજવતા હોય છે.

આ પણ વાંચો:

  1. કાળી ચૌદસના દિવસે કષ્ટભંજન દેવને કરાઈ ષોડ્શોપચાર પૂજા, આજના દિવસે પૂજનનું વિશેષ મહત્વ
  2. જામનગરની વિશ્વવિખ્યાત કચોરીની દેશ વિદેશમાં પણ છે તગડી ડિમાન્ડ, જાણો કેમ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.