ETV Bharat / state

આજે ગુરુઓના ગુરુ "દત્તાત્રેય મહારાજ"ની જયંતિ, જાણો કોણ હતા તેમના 24 ગુરુ - GURUDATT JAYANTI

આજે ગુરુ દત્તાત્રેય જયંતિની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાતા ગુરુ દત્તાત્રેય મહારાજએ પોતાના સાધનાકાળમાં 24 ગુરુઓ કર્યા હતા.

આજે ગુરુઓના ગુરુ દત્તાત્રેય મહારાજની જયંતિ
આજે ગુરુઓના ગુરુ દત્તાત્રેય મહારાજની જયંતિ (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

જૂનાગઢ: આજે ગુરુ દત્તાત્રેય જયંતિની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાતા ગુરુ દત્તાત્રેય મહારાજની પૂજા સમગ્ર વિશ્વમાં સાધકો મહાગુરુ તરીકે કરી રહ્યા છે. મહાગુરુ તરીકે પૂજાતા ગુરુ દત્તાત્રેય મહારાજે તેમના જીવન દરમિયાન 24 જેટલા ગુરુઓ બનાવ્યા હતા અને તેમાંથી શીખ લઈને માનવજાતના કલ્યાણ માટે ઉપદેશ પણ આપ્યો હતો.

ગુરુ દત્તાત્રેય મહારાજનું ધાર્મિક મહાત્મ્ય: આજે ગુરુ દત્તાત્રેય જયંતિની સાધના અને ધાર્મિક ઉલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે આદી અનાદી કાળ પૂર્વે ગિરનારના પાંચમા શિખરમાં ગુરુ દત્તાત્રેય મહારાજે ધર્મના આચરણને લઈને કઠોર સાધના કરી હતી. ત્યારથી ગિરનારના પાંચમા શિખર પર ગુરુ દત્ત મહારાજની હાજરીના પ્રતિક સ્વરૂપે તેમની ચરણપાદુકાનું પૂજન થતું આવ્યું છે.

આજે ગુરુઓના ગુરુ દત્તાત્રેય મહારાજની જયંતિ (etv bharat gujarat)

ગુરુ દત્તાત્રેય મહારાજના સાધકો પણ ગુરુ દત્તાત્રેય પ્રત્યે અનોખી શ્રદ્ધા ધરાવે છે અને તેને કારણે જ દત્તાત્રેય મહારાજને પોતાના ગુરુ માને છે. આજે ગુરુ દત્ત જયંતિના પાવન પ્રસંગ પર સમગ્ર વિશ્વના ગુરુ દત્તાત્રેય મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 24 જેટલા ગુરુને પ્રસ્થાપિત કર્યા હતા. તેમાંથી શીખ મેળવી હતી.

જે શીખ આપે એ ગુરુ: જીવનમાં શીખ આપતા પ્રકૃતિના પ્રાણી-પક્ષી તત્વો અને 24 જેટલા જીવોને ગુરુ તરીકે પ્રસ્થાપિત કરીને ગુરુ દત્તાત્રેય એ લોકોને એમાંથી શીખ લેવાનો બોધ આપ્યો છે. જેની ચરણપાદુકાના દર્શન પણ પ્રત્યેક જીવને ઐલોકિક અનુભૂતિ કરાવી આપે એવા ગુરુ દત્તાત્રેય મહારાજે તેમના જીવનકાળ દરમિયાન પ્રકૃતિના પ્રાણી-પક્ષી, તત્વો અને જીવો મળીને કુલ 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત કર્યા હતા. તેમાંથી કોઈને કોઈ શીખ મેળવી માનવ કલ્યાણ માટે સનાતન હિન્દુ ધર્મની સ્થાપના અને તેના પ્રચાર અને પ્રસાર માટે માનવજાતને ઉપદેશ આપ્યો હતો.

ગુરુ દત્તાત્રેયના 24 ગુરુઓ: ગુરુ દત્તાત્રેય મહારાજે તેમના સાધનાકાળ દરમ્યાન જે જગ્યા પરથી તેમણે શીખ મળી છે. તે તમામને પોતાના ગુરુ તરીકે માન્યા છે. ગુરુ દત્તાત્રેયની માન્યતા મુજબ કોઈપણ વ્યક્તિ કે વસ્તુ આપણને સદગુણોની શિક્ષા આપે અથવા તો જીવન જીવવાની પદ્ધતિ પ્રત્યે આપણને માહિતગાર કરે તેવા તમામ લોકો ગુરુથી જરા પણ ઉતરતા નથી. જેને લઇને ગુરુ દત્તાત્રેય એ તેમના સમગ્ર સાધનાકાળ દરમ્યાન ઉપયોગી બનેલા 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત કર્યા હતા. કહેવાય છે કે, 24 જેટલા ગુરુઓ આજે પણ ભવનાથ તળેટીમાં હાજર જોવા મળે છે. એ પણ ગુરુ દત્તાત્રેયનો ચમત્કાર જ ગણી શકાય. ગુરુ દત્તાત્રેય એ શ્વાન, ગણિકા, કબુતર, સૂર્ય, વાયુ, હરણ, સમુદ્ર, પતંગા, હાથી,આકાશ, જળ, મધમાખી, માછલી, બાળક, કુનડ પક્ષી, આંખ, ચંદ્રમા, કુમારિકા, તીલકામઠુ બનાવનાર સાપ, કરોળિયો, ભૃંગી કીડો, અજગર, ભમરો જેવા પૃથ્વી પરના જીવ અને તત્વો પાસેથી શીખ મેળવીને તેમને ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા હતા.

આ પણ વાંચો:

  1. શિયાળાનો સર્વોત્તમ ખોરાક 'કુંવારપાક': અનેક ગુણોથી ભરપૂર, સ્ત્રીઓના આરોગ્ય માટે ઉત્તમ
  2. દીપડાના મૃતદેહની ઘટના, વન વિભાગે વડવિયાળાના ખેડૂતની કરી અટકાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.