ETV Bharat / state

વ્યાજખોરોને રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા લોક સંવાદ કરીને નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવી - Kutch Organized public dialogue

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 28, 2024, 6:32 PM IST

લોકોને વ્યાજખોરોના દૂષણમાંથી મુક્તિ મળે તે માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Organized public dialogue by Kutch Police

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન (Etv Bharat Gujarat)

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન (ETV bharat Gujarat)

કચ્છ: આ લોકસંવાદ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છના SP તથા IGP પણ ઉપસ્થિત રહ્યા હતા, તો સાથે મોટી માત્રામાં અરજદારો પણ જોડાયા હતા. કુલ 10 જેટલા અરજદારોએ પોતાની રજૂઆત કરી હતી. શહેરના પોલીસ તાલીમ ભવન ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકસંવાદ અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે અરજદારોની ફરિયાદો સાંભળી હતી અને તેનો યોગ્ય નિકાલ લાવવા માટે ખાતરી આપી હતી.

12 લાખની સામે 20 લાખનું કામ છતાં પણ હજી અસંતોષ: પોતાને થતી વ્યાજખોરી અંગેની ફરિયાદ લઈને આવેલા ભુજમાં છેલ્લાં 40 વર્ષથી રમેશ મંડપ સર્વિસનો ધંધો કરતા રમેશ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, તેમણે ઉછીના 12 લાખ 3 ટકા વ્યાજ પર લીધા હતા અને વ્યાજ આપવામાં આગળ પાછળ થતા તેમના પર કેસ કરવામાં આવેલ. ત્યાર બાદ સમાધાન થયેલ અને દીકરાના લગ્નમાં મંડપનું કામ કરીને વસુલાત કરવાની વાત કરી હતી. જેમાં 12 લાખની સામે 20 લાખનું મંડપ સર્વિસનું કામ કર્યા હોવા છતાં હજુ પણ વ્યાજખોર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું તેમજ ફોજદારી કેસ કરીને સિક્યુરિટીના ભાગે 12 લાખના ચેક લઈ પરત ના આપી ત્રાસ આપતા હોવાની બાબતે અરજી કરી હતી.

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન (ETV bharat Gujarat)

ચેક રિટર્ન કરી ખોટા કેસ: વધુ વિગતો આપતા રમેશભાઈએ જણાવ્યું હતું કે, તેમણે 31 જુલાઈ 2015 તેમજ 31 માર્ચ 2016માં કચ્છ જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને હાલ નખત્રાણામાં રહેતા ભરતભાઈ બેચરલાલ સોની પાસેથી 7 લાખ તથા 5 લાખના ચેક આપી 3 ટકા લેખે વ્યાજે લીધા હતા. થોડુ પણ વ્યાજ આગળ પાછળ થવાથી 22 ઓકટોબર 2018 ના ચેક રીટર્ન કરાવી ભુજ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેમાં 12 નવેમ્બર 2022માં સમાધાન થયું હતું અને પોતાના દિકરાના લગ્નમાં રકમ વસુલ કરશે તેવી વાત નક્કી કરવામાં આવી હતી.

અરજદાર પાસે રેકોર્ડિંગ પ્રૂફ: જ્યાં સુધી રકમ વસૂલાય નહીં ત્યાં સુધી સીકયુરીટી માટે ભરત સોનીએ રમેશભાઈ પાસેથી એસ.બી.આઈ. સેવીંગ એકાઉન્ટના ત્રણ-ત્રણ લાખ રૂપિયાના ચાર ચેક લીધા હતા અને પોતાની પાસે રાખ્યા હતા.11 જાન્યુઆરી 2023ના ભરતભાઈ સાથે વાત થઈ હતી અને 12 લાખ સુધીના બજેટમાં જ પોતાના દીકરાનું મંડપનું કામ કરવા માટેની વાત કરી હતી તેમજ ટ્રાન્સપોટીંગ માટેના 3 લાખ રૂપિયા તેઓ આપશે એવું વચન આપ્યું હતું જેના રેકોર્ડીંગ પ્રૂફ પણ તેમની પાસે છે તેવું રમેશભાઈએ જણાવ્યું હતું.

દીકરાના લગ્નમાં રકમ વસૂલવાનો નિર્ણય: ભરત સોનીના દીકરાના લગ્ન 15થી 17 ફેબ્રુઆરી 2023 સુધી હતા જેમાં રમેશભાઈએ લગ્નના મંડપનું કામ દિલથી કર્યું હતું અને સામે વાળાનો થાક ઉતારવા 12 લાખના બદલે 19.50 લાખનું કામ તેમણે કર્યું હતું જેની સામે ભરતભાઈએ છુટક-છુટક રૂ. 2 લાખ રોકડા આપ્યા હતા.19મી ફેબ્રુઆરી 2023ના રોજ ભરતભાઈએ પોતાના પરિવાર અને કુટુંબીજનોની હાજરીમાં ખૂબ જ સારું તેમજ સંતોષકારાક કામ થવાથી રમેશભાઈ અને તેમના દિકરાનું ગણપતિની મૂર્તિ તેમજ શાલ આપી સન્માન કરી ફોટા પડાવ્યા હતા.ત્યાર બાદ રમેશભાઈએ સિક્યુરિટી તરીકે આપેલા ચેક રીટર્ન માંગ્યા તો એમણે પછી લઈ જવા જણાવ્યું હતું.

અચાનક સિક્યુરિટી તરીકે આપેલ ચેક રિટર્ન કર્યો: લગ્ન પૂર્ણ થયાના 8 મહિના સુધી હજુ ચેક રિટર્ન કરવામાં આવ્યા ન હતા ત્યારે અચાનક 4 ચેક પૈકીનું 3 લાખ રૂપિયાનું એક ચેક 10 નવેમ્બર 2023ના ચેક રીટર્ન આવ્યો અને 7મી માર્ચ 2024ના વકીલ સંદિપ શાહન નોટીશ પણ આપવામાં આવી હતી. તો રમેશભાઈના વકીલ હેમસિંહે પણ રીટર્ન રીપ્લાય આપ્યો હતો અને નખત્રાણા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા વ્યાજખોર સામે પગલાં લેવા માટે રજૂઆત: ભરતભાઈ બેચરલાલ સોની જમીન લે-વેચ તેમજ વ્યાજવટાનું કામ કરી ગેરકાયદેસર રીતે વ્યાજ વસુલીનો ધંધો કરે છે. પોતાના દિકરાના લગ્નનું કામ આપી પોતાના 12 લાખ વસુલ કર્યા. ઉપરોકત ચેક પાછા લઈ જવા માટે અત્યારે બેંકમાં પડયા છે તેવું જણાવી સમય કાઢ્યો હતો. ત્યાર બાદ એક ચેક બેંકમાં નાખી રીટર્ન કરાવી નખત્રાણા કોર્ટમાં કેસ કરેલ છે અને અરજદારને નખત્રાણાના ધકકા ખવડાવી ખોટી રીતે સતાવી રહયા હોવાની ફરિયાદ રમેશભાઈએ પોલીસ સમક્ષ કરી છે. રમેશભાઈએ માંગણી કરી છે કે તેમને તેમના અન્ય ત્રણ ચેક રીર્ટન અપાવવા તેમજ ગેરકાયદેસર ચાલતા કેશમાં યોગ્ય ન્યાય અપાવવામાં પોલીસ મદદ કરે અગાઉ પણ તેમને પોલીસે મદદ કરી છે ત્યારે આ વખતે પણ પોલીસ દ્વારા વ્યાજખોર સામે પગલાં લેવામાં આવશે અને અરજદારને મદદ કરવામાં આવશે તેવો વિશ્વાસ છે.

નિશ્ચિંતપણે લોકો પોલીસનો સંપર્ક કરે: IGP ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું કે, આ લોક સંવાદ કાર્યક્રમમાં લોકો સાથે વ્યજખોરીને લઈને જે વીત્યું છે તે અંગે લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી તો પોલીસના અધિકારીઓએ અરજદારોની અરજી મેળવી છે અને વધારે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો અગાઉ પણ નિયમ મુજબ લોકોને લોન આપવામાં આવી હતી. જાગૃતિના અભાવે કે સંકોચમાં લોકો બેંકમાં જતા નથી અને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાય છે માટે આવું ન થાય તે માટે પોલીસે લોક સંવાદ મારફતે એક પ્લેટફોર્મ પૂરું પાડયું છે. હજી પણ કોઇ વ્યાજખોરોનો ત્રાસ હોય તો નિશ્ચિંતપણે લોકો પોલીસનો સંપર્ક કરે અને પોતાની રજૂઆત કરે તેવું તેમણે જણાવ્યું હતું. આ લોકસંવાદમાં જુદી જુદી બેંકના પ્રતિનિધિઓએ પણ બેંકની કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની જુદી જુદી લોન તેમજ બેંકની લોન અંગે લોકોને માહિતી આપી હતી.

  1. સુરત એરપોર્ટ પર વિમાન હાઈજેકનું કરાયુ દિલધડક મોકડ્રીલ - plane hijack at Surat airport
  2. સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ઘટના સીસીટીવીમાં કેદ - child kidnap in Surat CivilHospital

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.