ETV Bharat / state

ગાંધીનગરમાં ત્રિદિવસીય રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ, પ્રથમવાર ગુજરાતમાં આયોજન - Renewable Energy Invest Summit - RENEWABLE ENERGY INVEST SUMMIT

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આગામી 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણોને આકર્ષવા માટે રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ ઈન્વેસ્ટર્સ સમિટનો શુભારંભ કરાવશે.

રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ
રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2024, 7:06 AM IST

ગાંધીનગર : આગામી 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણોને આકર્ષવા માટે "ગ્લોબલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ મીટ -2024” યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ ઈન્વેસ્ટર્સ સમિટનો શુભારંભ કરાવશે. જ્યારે, 18 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ગાંધીનગરમાં ત્રિદિવસીય રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ (ETV Bharat Gujarat)

રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ : વર્ષ 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 500 GW સુધી પહોંચાડવામાં રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રથમવાર રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ દિલ્હીથી બહાર, ગુજરાતમાં યોજાશે. રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ દરમિયાન વિવિધ વિષયો પર 40થી વધુ સેશન યોજાશે. ત્રિદિવસીય સમિટ દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને દર્શાવતું એક્ઝિબિશન પણ યોજાશે.

ઇન્વેસ્ટર્સને આકર્ષવાનું માધ્યમ : કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, વર્ષ 2014માં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા માત્ર 76 ગીગા વોટ હતી, જે આજે વધીને 203 ગીગા વોટ સુધી પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 500 ગીગા વોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેના માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતને આશરે રૂ. 30 લાખ કરોડના રોકાણની જરૂરિયાત છે. ઇન્વેસ્ટર્સને આકર્ષવામાં અને 500 ગીગા વોટના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

પ્રથમવાર ગુજરાતમાં આયોજન : પ્રહલાદ જોશીએ વધુ માહિતી આપતા કહ્યું કે, પ્રથમવાર રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ દિલ્હીથી બહાર ગુજરાતમાં યોજાઈ રહી છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સરકારની સરાહનીય કામગીરીને પગલે સમિટના ચોથા સંસ્કરણના આયોજન માટે ગુજરાત શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુજરાતમાં યોજાનારી ત્રિદિવસીય સમિટ દરમિયાન વિવિધ વિષયો પર 40થી વધુ સેશન યોજાશે. સાથે જ સ્ટાર્ટઅપ અને મહિલાલક્ષી વિશેષ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વિવિધ દેશોના ડેલીગેશન : આ સમિટમાં ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની, નોર્વે, સિંગાપોર, અમેરિકા, ઓમાન સહિત અનેક દેશના ડેલીગેશન ભાગ લેશે. કેટલાક દેશના ડેલીગેશન સાથે મંત્રીઓ પણ ગુજરાત પધારશે. તદુપરાંત ભારતના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી, મંત્રી સહિતના ડેલીગેશન, વિવિધ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ, બેન્કો, મેન્યુફેકચરર પણ આ સમિટમાં સહભાગી થશે.

રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર એક્ઝિબિશન : આ ત્રિદિવસીય સમિટ દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને દર્શાવતું એક્ઝિબિશન પણ યોજાશે. જેમાં ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય ઉપરાંત વિવિધ રાજ્યોના પ્રદર્શનો તેમજ વિવિધ કંપનીઓના પ્રદર્શનો યોજાશે. સાથે જ, B2B, B2G અને G2G મિટિંગ પણ યોજાશે.

  1. મહિલા સશક્તિકરણઃ રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકને હાંસલ કરવાનું અગત્યનું પરિબળ
  2. 200 ચોરસ માઈલમાં ફેલાયેલ ખાવડા મેગા પાવર પ્લાન્ટ કેવો દેખાય છે? જૂઓ તસવીર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.