સુરત(કોસંબા): કોસંબા પોલીસને મળેલી પૂર્વ બાતમીનાં આધારે કીમામલી ખાતે ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ૨થી એંગલો અને પાટાઓની ચોરી કરી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી પોલીસે ચોરી કરતા 08 ઇસમોને ઝડપી પાડયા છે. અને સાથે જ 04 લાખથી વધુનાો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
4,06,738 રુપિયાનો મુદ્દા માલ જપ્ત: મળતી માહિતી અનુસાર 08 ઇસમો ચાર ટૂ-વ્હિલ પર લોખંડનો ચોરીનો ભંગાર લઇ કીમ ખાડી તરફથી કોસંબા તરફ આવતા હોવાની બાતમી કોસંબા પોલીસને મળી હતી. હરકતમાં આવેલી કોસંબા પોલીસે ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર સદર આરોપીઓને લોખંડનાં સળીયાની એંગલો અને પ્લેટો સાથે ઝડપી પાડી ઉલટ તપાસ કરતા સદર આરોપીઓ ઉપરોક્ત ચોરીનો માલ કીમામલી ખાતે ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પરથી ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. પોલીસે બનાવનાં સ્થળેથી રુપિયા 15 હજારના 428 કિંમતની લોખંડની પ્લેટ અને સળીયા, 3 લાખ 10 હજાર કિંમતની ચાર બાઇક, 79 હજાર કિંમતનાં પાંચ મોબાઇલ, 2,310 રોકડા મળી પોલીસે કુલ ચાર લાખ છ હજાર સાતસો આડત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આઠ આરોપીઓના નામ: હાલ પોલીસે ગુનો નોંધી યશ સંજય રાઠોડ, આકાશ રમેશ રાઠોડ, સુનિલ સુખા રાઠોડ, જીતુકુમાર મુકેશ રાઠોડ, હિતેશ સોમા રમેશ રાઠોડ, સાગર રાજુ રાઠોડ, વંશ રાજુ રાઠોડ અને કિશન નરેશ રાઠોડ ઉપરોક્ત તમામ (રહે. કીમામલી ગામ, તા. ઓલપાડ)ની પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.