રાજકોટ: રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. આગામી તહેવારોને જોતા રેલવે વિભાગે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જામનગર, ઓખા અને પોરબંદરથી ભાવનગર માટે 3 નવી ટ્રેનો દોડવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ ટ્રેનો આવતીકાલ એટલે કે, 14 જુલાઈથી શરૂ થશે.
જામનગર-ભાવનગર સ્પેશિયલ ટ્રેન: જે પૈકી ટ્રેન નંબર 09412 જામનગર-ભાવનગર સ્પેશિયલ જામનગર થી 14-07-2024 ના રોજ 02:00 કલાકે ઉપડશે, રાજકોટ 04:00 કલાકે અને ભાવનગર ટર્મિનસ સવારે 10:30 કલાકે પહોંચશે. પરત ફરતી સમયે ટ્રેન નંબર 09411 ભાવનગર-જામનગર સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ થી 14-07-2024 ના રોજ 18:00 કલાકે ઉપડશે, બીજા દિવસે 02:05 કલાકે રાજકોટ અને 06:15 કલાકે જામનગર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં હાપા, રાજકોટ, ભક્તિનગર, ગોંડલ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લુણીધાર, લાઠી, ધસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.
ઓખા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન: જ્યારે બીજી ટ્રેનની વાત કરીએ તો, નંબર 09404 ઓખા-ભાવનગર સ્પેશિયલ ઓખાથી 15-07-2024 ના રોજ 23:20 કલાકે ઉપડશે, બીજા દિવસે 04:05 કલાકે રાજકોટ અને 10.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રિટર્નમાં, ટ્રેન નંબર 09403 ભાવનગર-ઓખા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ થી 16-07-2024 ના રોજ 18:45 કલાકે ઉપડશે, બીજા દિવસે 00:30 કલાકે રાજકોટ પહોંચશે અને 07:00 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશા માં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે..
પોરબંદર-ભાવનગર સ્પેશિયલ ટ્રેન: ટ્રેન નંબર 09580 પોરબંદર-ભાવનગર સ્પેશિયલ પોરબંદર થી 18-07-2024 ના રોજ 23:00 કલાકે ઉપડશે, બીજા દિવસે 04:05 કલાકે રાજકોટ પહોંચશે અને 10:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રિટર્ન માં, ટ્રેન નંબર 09579 ભાવનગર-પોરબંદર સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ થી 19-07-2024 ના રોજ 18:45 કલાકે ઉપડશે, બીજા દિવસે 00:30 કલાકે રાજકોટ અને 06:50 કલાકે પોરબંદર પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.
નોંધનીય છે કે ઉપરોક્ત તમામ ટ્રેનો માં અનરિઝર્વ્ડ એટલે કે જનરલ કોચ લાગશે અને આ તમામ ટ્રેનોની માત્ર એક-એક જ ટ્રીપ ચલાવવામાં આવશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરોને રેલવે વિભાગે વધુ માહિતી માટે રેલવે વિભાગની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવાનો અનુરોધ કરાયો છે.