સુરત: જિલ્લાના કોમી તોફાનોને પગલે રાજ્યના પોલીસ વડાએ સુરતની મુલાકાત લીધી હતી. DGP વિકાસ સહાયે સુરત એરપોર્ટ પર 30 મિનિટ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને કમિશ્નક પાસે તોફાનો સંબંધિત વિગતો મેળવીને તોફાનોમાં જવાબદાર આરોપીઓને છોડવામાં નહી આવે તેની તાકીદ કરી હતી.

DGP વિકાસ સહાયે સુરતની મુલાકાત લીધી
સુરતના સૈયદપુરા ખાતે ગણેશોત્સવમાં કોમી તોફાનોની ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા છે. જેનાથી સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સુરતની મુલાકાત કરી હતી. દિલ્હીથી ફ્લાઇટમાં DGP સહાય સુરત આવી પહોચ્યા હતાં.
પોલીસ કમિશ્નર સહિત અધિકારીઓ સાથે મીટિંગ કરી
DGPએ એરપોર્ટ પર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને ભવિષ્યમાં આવા કોમી તોફાનો સંબંધિત વિગતો મેળવવા સાથે આરોપી કોઇ પણ ભોગે છોડવામાં નહી આવે તેવા સૂચનો આપ્યા હતા. સાથોસાથ આગામી ઇદે- મિલાદ અને ગણેશ વિસર્જન તહેવારોને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવા બાબતે પણ અધિકારીઓની જરુરી સૂચનો કરી DGP અમદાવાદ રવાના થયા હતા.
આ પણ જાણો: