ETV Bharat / state

બનાસકાંઠાઃ સુઈગામના ડાભી ગામની શાળામાં ત્રીજા દિવસે પણ તાળાબંધી, ગ્રામજનોએ બોલાવી રામધૂન - SCHOOL CLOSED IN DABHI VILLAGE

બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક શાળામાં ગ્રામજનો દ્વારા 2 દિવસ અગાઉ શિક્ષકોની કમીને લઈને તાળાબંધી કરાઇ હતી. જે ત્રીજા દિવસે પણ તાળાબંધી યથાવત રહી.

સુઈગામના ડાભી ગામની શાળામાં ત્રીજા દિવસે પણ તાળાબંધી
સુઈગામના ડાભી ગામની શાળામાં ત્રીજા દિવસે પણ તાળાબંધી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2024, 4:33 PM IST

બનાસકાંઠા: જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક શાળામાં ગ્રામજનો દ્વારા 2 દિવસ અગાઉ શિક્ષકોની કમીને લઈને તાળાબંધી કરવામાં આવી હતી. જ્યારે આજે ત્રીજા દિવસે વહેલી સવારથી ગામના લોકો ઢોલ નગારા સાથે શાળાના મેદાનમાં પહોંચ્યા હતા. વાલીઓએ શાળાની બહાર રામધૂન કરીને ઉપવાસ પર બેઠા હતા. આ ઉપરાંત શિક્ષકોની કમી અને CCTV કેમેરા અને પીવાના પાણીની સુવિધામાં કમીને લઇને ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

195 વિદ્યાર્થીઓ સામે એક જ શિક્ષક: સુઇગામ તાલુકાના ડાભી ગામે શાળા બહાર ઉપવાસ પર બેઠેલા લોકો શાળામાં શિક્ષકોની કમીને પૂરી કરવા માટેના ગીતો ગાઇ રહ્યા હોય તેવા દૃશ્યો નજરે આવ્યા હતા. મળતી માહિતી મુજબ ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12 ધોરણમાં 195 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેઓને ભણાવવા માટે 7 શિક્ષકોની જરુરત હોય તેની સામે માત્ર 1 શિક્ષક કાયમી છે. 6 શિક્ષકોની ઘટ છે. તેમ છતા શાળા ચાલે છે. તેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું હોવાની વાત ગ્રામજનોએ કરી હતી, શિક્ષકોની કમીને પૂરી કરવા માટે સતત રજૂઆત કરાઇ હોવા છતા તેનો ઉકેલ ન આવતા ત્રીજા દિવસે શાળાને તાળા લાગેલા હતા.

સુઈગામના ડાભી ગામની શાળામાં ત્રીજા દિવસે પણ તાળાબંધી (Etv Bharat Gujarat)

જિલ્લા શિક્ષણ અધિકારી હાજર નહોતા: આજે ત્રીજા દિવસે ગ્રામજનોએ શાળાને તાળા મારીને શિક્ષણ વિભાગને જગાડવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે જઇને ઉપવાસ પર બેઠા હતા. સાથે સાથે ભજનની રમઝટ બોલાવી હતી. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્યની ચિંતા તેમના માતાપિતાને છે તેવી ચિંતા શું શિક્ષણ વિભાગને છે, તે જોવું રહ્યું. આવી રીતે વિરોધ કરવાથી તંત્ર આ અંગે કાર્યવાહી કરશે. તે અંગે કંઇ જ કહી શકાય તેમ નથી. ત્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલને સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ઓફિસે તેઓ હાજર નહોતા.

આ પણ વાંચો:

  1. છેવટે ગામ લોકોએ શાળાને મારી દીધા તાળા, શું છે સૂઈગામ તાલુકાની સરકારી શાળાની વાસ્તવિક સ્થિતિ, જાણો...
  2. હથેળી અને બાવડાના બળે તૈયાર થાય છે પ્રિય 'ભાવનગરી ગાંઠિયા', જાણો રેસિપી...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.